Connect Gujarat
ગુજરાત

ભાજપ પાસના કાર્યકર્તાઓને મોબાઈલ અને પૈસાની લાલચ આપી ભાજપમા જોડાવવા પ્રયાસ કરી રહી છે : હેમાંગ પટેલ

ભાજપ પાસના કાર્યકર્તાઓને મોબાઈલ અને પૈસાની લાલચ આપી ભાજપમા જોડાવવા પ્રયાસ કરી રહી છે : હેમાંગ પટેલ
X

રાજકોટ પાસના કન્વિનર હેમાંગ પટેલો એક વિડીયો વાઈરલ થયો છે. જે વિડીયોમા હેમાંગ પટેલ દ્વારા ભાજપ પર આક્ષેપ કરવામા આવ્યો છે, કે પાસના કાર્યકર્તાઓને મોબાઈલ અને પૈસાનુ પ્રલોભન આપી ભાજપનો ખેસ પહેરાવવામા આવે છે.

મોહન કુંડારીયા પર નામજોગ આક્ષેપ કરતા હેમાંગ પટેલે જણાવ્યુ છે કે ભાજપને પોતાના કાર્યકરો પર વિશ્વાસ નથી એટલે તે પાસના કાર્યકર્તાઓને લોભ લાલચ ધાક ધમકી આપી ભાજપમા જોડવાનો પ્રયાસ કરે છે. ત્યારે આ આરોપો અંગે ભાજપના પ્રવકતા રાજુધ્રુવે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પાસનો ચહેરો બેનકાબ થઈ ગયો છે. પાસના સંયોજક હાર્દિક પટેલ ખુદ કોંગ્રેસે આપેલા હેલિકોપ્ટરમા ઉડા ઉડ કરે છે. ત્યારે ભાજપ પર આક્ષેપ કરવાનો પાસના કન્વિનરને કોઈ હક્ક છે જ નહી.

Next Story