રાજકોટમા પાટણના પટોળાની છેતરપિંડી કરતા બે શખ્સો ઝડપાયા

New Update
રાજકોટમા પાટણના પટોળાની છેતરપિંડી કરતા બે શખ્સો ઝડપાયા

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ફેસબુકના મારફતે ફરિયાદીનો કોન્ટેકટ કર્યો હતો. તે બાદ 10 લાખની કિંમતના ચાર પટોળા સાથે તેમને રાજકોટ બોલેવ્યા હતા. જે બાદ આરોપીઓએ ફરિયાદી સાથે ઝઘડો કરી છરી દેખાડી 2.10 લાખના 4પટોળા લઈને નાસી છુટયા હતા.

જે બાબતની ફરિયાદ પોલીસને મળતા પોલીસે આરોપી સુરેશભાઈ સુર્ષવંશી અને કેતન પીપડીયા નામના શખ્સની ધરપકડ કરી છે. તો સાથે જ તેમની અંગ જડતી કરતા 1 લાખ રૂપિયા રોકડા, 4 નંગ પાટણના પટોડા અને વેગેનાર કાર સહિત કુલ 4.70લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમા બંને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

Latest Stories