રાજકોટ ગ્રામ્ય પોલીસે ગેરકાયદે પિસ્ટલ સાથે ૧ વ્યક્તિની કરી ધરપકડ

New Update
રાજકોટ ગ્રામ્ય પોલીસે ગેરકાયદે પિસ્ટલ સાથે ૧ વ્યક્તિની કરી ધરપકડ

દેશી બનાવટની બે પીસ્ટલ તેમજ કારટીઝ સાથે પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી એક શખ્સ ને રાજકોટ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો છે.

ખેતી કામ કરતા લખુભાઈ કટારા નામના શખ્સ ને રાજકોટ ગ્રામ્ય પોલીસે ભોળા ગામ માંથી ઝડપી પાડ્યો છે. તેની પાસે થી પોલીસે બે પીસ્ટલ તેમજ ૪ કાર્તિઝ કબ્જે કર્યા છે. પ્રાથમિક પૂછપરછમાં તેને રેતી ની લીઝ રાખવા બાબતે તેમજ જમીન મકાન બાબતે અવારનવાર કુટુંબીક ભાઈઓ સાથે ઝઘડો ચાલતો હોઈ માટે આ ગેરકાયદેસર હથિયાર લાવ્યા હોવાની કબૂલાત આપી છે. હાલ વધુ તપાસ રૂલર એસપી બલરામ મીણા ની રાહબરી માં પોલીસ ટિમ ચલાવી રહી છે.

Latest Stories