New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/Untitled-2-copy.JPG-1.jpg)
છેલ્લા ઘણા દિવસોથી રાજકોટમાં આવારાતત્વો બેફામ બનતાં જોવા મળી રહ્યા છે. ત્યારે પોલીસે પણ ગુનાખોરી ડામવા જાહેરમા સરભરા કરવાનુ શસ્ત્ર ઉગામ્યુ હોઈ તેવુ લાગી રહ્યુ છે. ગઈકાલે સામાકાંઠા વિસ્તારમા આવેલ સરદાર ચોક પાસે સામાન્ય બોલાચાલીમા ચાર જેટલા શખ્સોએ એક ભરવાડ શખ્સને ઢોર માર માર્યો હતો. જે બાબતે આજીડેમ પોલીસે ફરિયાદ નોંધી હતી.
પોલીસે મારા મારીના ગુનામા જુબેર બશીર સમા, જાવેદ ઉર્ફે દુરો હનિફ ભાઈ અજમેરી, યુવરાજસિંહ જાડેજા અને મુર્તૂઝા વાહબની ધરપકડ કરી છે. ત્યારે આ તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ જાહેરમા માફી મંગાવી હતી. તો બિજી તરફ આરોપીઓ એ પોતાના બે હાથ જોડી લોકો સમક્ષ હવે તેઓ ક્યારેય પણ ગુંડાગર્દી નહી કરે તેવી ખાત્રી પણ આપી હતી.
Latest Stories