રાજકોટ પોલીસ સુરક્ષા કવચ એપ્લિકેશનને મળ્યો એક્સીલેન્સી એવોર્ડ 2019

New Update
રાજકોટ પોલીસ સુરક્ષા કવચ એપ્લિકેશનને મળ્યો એક્સીલેન્સી એવોર્ડ 2019

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રાજકોટ સુરક્ષા કવચ એપ્લીકેશન બનાવવામાં આવી છે. દિલ્હી ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પોલીસ એક્સપો માં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને આ એપ્લિકેશન માટે પોલીસ એક્સીલેન્સી 2019 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સીએમઓ દ્વારા પણ ટ્વીટ કરીને રાજકોટ પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તો સાથે જ રાજકોટ પોલીસ દ્વારા ગત તારીખ 20 જુલાઈના રોજ આ એવોર્ડ સીએમ વિજયભાઈ રૂપાણીને અર્પણ કરવામા આવ્યો હતો.જોઈએ શું છે આ સુરક્ષા કવચ એપ્લિકેશન ? અમારા આ વિશેશ અહેવાલમાં.

રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ "રાજકોટ સુરક્ષા કવચ" એપ્લિકેશન બનાવવામાં આવેલ છે. આ એપ્લિકેશન દ્વારા ગુન્હેગારોને શોધવામાં તેમજ ગુન્હાખોરી અંકુશ રાખવામાં શહેર પોલીસને ખુબ જ મદદ મળેલ છે. લોકસભા ચૂંટણી સમયે આ એપ્લિકેશન આશીર્વાદરૂપ બની હતી. તાજેતરમાં ૧૯ જુલાઈ ના રોજ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા તૈયાર કરાયેલ આ રાજકોટ સુરક્ષા કવચ એપ્લિકેશનને " આંતરરાષ્ટ્રીય પોલીસ એક્સપો દ્વારા ટેકનોલોજી કેટેગરીનો " પોલીસ એક્સીલેન્સી એવોર્ડ 2019 " રાજકોટ શહેર પોલીસને આપવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે દેશભરમાં પોતાની સૂઝબૂજ થી તૈયાર કરેલ આ એપ્લિકેશનનો એવોર્ડ મેળવી રાજકોટનું ગૌરવ વધારી દેશભરમાં રાજકોટનું નામ ગુંજતું કર્યું છે. સમગ્ર ભારત અને ભારત બહારથી પણ ઘણી ઇન્વેસ્ટિગેશન સંસ્થાઓના નામ નોમિનેટ થયા હતા. તેમાં રાજકોટ પોલીસ કમિશ્નરે એવોર્ડ મેળવી રાજકોટ પોલીસ નું ગૌરવ દેશ લેવલે વધાર્યું હતું.

  • એપ્લીકેશન કેવી રીતે કરે છે કામ??

આ એપ્લીકેશન દ્વારા શહેરના હિસ્ટ્રીશીટર, એમસીઆર, ટપોરી, બુટલેગર્સ , પરવાના વાળા હથિયાર કોની પાસે છે સહિતની તમામ માહિતી દરેક પોલીસના મોબાઇલમાં એપ્લીકેશનના સ્વરૂપમાં રહે છે. આ એપ્લીકેશન દ્વારા ગુનાખોરીને અંકુશમાં લાવવા અને આવા ગુનેગારોને કંટ્રોલમાં રાખવામાં પોલીસને ઘણી મદદ મળે છે. તેમજ આ એપ્લીકેશનનો ઉપયોગ કરીને મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવામાં સફળતા મળી છે. શહેરના માથાભારે શખ્સો કે જે શરીર સંબંધી ગુનાઓ કરે છે તેઓને આ એપ્લીકેશન દ્વારા અવારનવાર ચેક કરતા શરીર સંબંધી ગુનાઓનું પ્રમાણ ઘટ્યું છે. જેમાં ક્યાં પોલીસ કર્મી દ્બારા ક્યાં ગુનેગારને ક્તયાં સમયે પાસવામાં આવ્યા તેની પણ માહિતી મળી રહે છે.. એટલું જ નહી આ એપ્લીકેશન મદદથી ગુનાખોરી નાં આંક માં ૨૫ તકનો ઘટાડો થતો જોવા મળ્યો છે.

  • એપ્લીકેશન ની મદદ થી ગુનાખોરીમાં થયેલ ઘટાડા પર નજર કરીએ તો આ પ્રમાણે છે.

વર્ષ 2018 માં ઘરફોડ ચોરીના 51 કેસ નોંધાયા હતા , જ્યારે ચાલુ વર્ષમાં ઘરફોડ ચોરીના 38 ગુના નોંધાયા છે.

વર્ષ 2018 માં ચોરીના 344 કેસ નોંધાયા હતા , જયારે ચાલુ વર્ષમાં ચોરીના 198 ગુના નોંધાયા છે.

વર્ષ 2018 માં શરીર સંબંધી 156 કેસ નોંધાયા હતા , જ્યારે ચાલુ વર્ષે શરીર સબંધી 130 ગુના નોંધાયા છે.

રાજકોટ પોલીસ ને મળેલ આ સિદ્ધિ ની ચર્ચા આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહી છે ત્યારે સમગ્ર રાજ્યમાં આ એપ્લિકેશન નો ઉપયોગ તમામ શહેરના પોલીસ કમિશ્નર અને અધિકારીઓ કરે તે માટે રાજ્ય ના પોલીસ વડા પણ આયોજન કરી રહ્યા છે.. જો આગામી દિવસો માં તમામ શહેરોમાં આ પ્રકારે એપ્લીકેશન નો ઉપયોગ કરવામાં આવે તો રાજ્યમાં થતી ગુનાખોરી પર અંકુશ લાવી શકાય તે આવશ્કય છે.

Latest Stories