/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-91.jpg)
રાજકોટમા હત્યાનો બનાવ સામે આવ્યો છે. જે હત્યા બિજા કોઈએ નહી પરંતુ બે પોલિસમેને પોતાના પાંચ મિત્રો સાથે મળી કરી હોવાનુ ખુલ્યુ છે. ગાળ બોલવા જેવી નાની બાબત હત્યા સુધી પહોંચી છે. જસદણનો અભિનવ ખાચર પાંચ વર્ષ પહેલા બનેલ વિપુલ મર્ડર કેસમાં બુધવારે કોર્ટમાં હાજરી આપવા પોતાના મિત્ર કુલદિપ સાથે રાજકોટ આવ્યો હતો. તો બાદમા ઇન્દિરા સર્કલના પુલ નીચે ગોલા ખાવા ગયા હતા.
જ્યા અન્ય શખ્સો સામે સામુ જોવા બાબતે ગાળા ગાળી થઈ હતી. જે મામલે ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ હિરેન ખેરડિયા, પ્ર.નગર પોલીસ સ્ટેશનના વિજય ડાંગરે તેના મિત્ર અર્જુનસિંહ ચૌહાણ સહિત સાત લોકોએ છરી અને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હુમલો કર્યો હતો. જેમાં કુલદીપનું મોત નીપજ્યું હતું અને અભિનવને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે. તો પરિવારજનોએ જ્યા સુધી આરોપીઓ ન પકડાય ત્યા સુધી લાશ ન સ્વિકારવાની વાત કહી છે