New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-265.jpg)
રાજકોટમાં આજે વહેલી સવારે શહેરના પ્રેમ મંદિર નજીક આવેલી પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરો પોસ્ટ ઓફિસની તિજોરી તોડી મહત્વના દસ્તાવેજોની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા.
એટલું જ નહીં તમામ સીસીટીવી અને DVR ની પણ ચોરી કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાને પગલે યુનિવર્સિટી પોલીસનો કાફલો દોડી ગયો હતો. જો કે આ બનાવમાં માત્ર 7 હજાર રોકડની ચોરી થઈ હતી. પરંતુ મહત્વની સરકારી કચેરીને તસ્કરોએ નિશાન બનાવતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ પોલીસે તસ્કરોને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Latest Stories