રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે દુષ્કર્મનો પ્રયાસ કરનાર 3 શખ્સોની જાહેરમા કરી સરભરા, જુઓ વિડીયો

New Update
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે દુષ્કર્મનો પ્રયાસ કરનાર 3 શખ્સોની જાહેરમા કરી સરભરા, જુઓ વિડીયો

રાજકોટ શહેરના દૂધ સાગર ડેરી વિસ્તારમાં થોડા દિવસો પહેલા ત્રણ શખ્સોએ યુવતી પર સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ ગુનાના કામે ક્રાઇમ બ્રાન્ચે દુષ્ક્રમ આચરવાનો પ્રયાસ કરનાર ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરનાર આરોપીઓમા લાલો ઉર્ફે ઇમ્તીયાઝ અને તેના બે સાગરીતો શેહજાદ અને ઇમરાન સામેલ છે. પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર પાસે લઇ જઇ ત્રણેય શખ્સોનું સરઘસ કાઢી જાહેરમાં કાયદાનું ભાન કરાવી સરભરા કરી હતી. તેમજ બે હાથ જોડાવી લોકો પાસે માફી મગાવી હતી.

Latest Stories