રાજકોટઃ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી બે યુવાનોએ રૂપિયા પડાવ્યા

New Update
રાજકોટઃ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી બે યુવાનોએ રૂપિયા પડાવ્યા

ગિફટ લાવવા અને બીભત્સ ફોટા વાયરલ કરી દેવાના બહાને બ્લેક મેઈલ કરી રૂપિયા પડાવ્યા હતા

રાજકોટની યુવતીનાં લગ્ન થયા બાદ છૂટા છેટા થતાં તેનો લાભલઈ યુવાને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેની સાથે દુષ્કર્મ આચરી બે યુવાનોએ રૂપિયા પડાવી લેતાં મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયી છે. મહિલા પોલીસે ફરિયાદના આધારે દુષ્કર્મ આચરનારા શખ્સોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટની યુવતિના લગ્ન મોરબીના યુવાન સાથે થયા હતાં. લગ્નના થોડા સમય પછી યુવતિના પરિવારમાં ઘર કંકાસ થયા કરતો હતો. ઘર કંકાસના કારણે મોરબીના યુવાને યુવતિને 18 લાખ રૂપિયા આપી છુટાછેડા લઈ લીધા હતાં. છુટાછેડાના કારણે યુવતિ રાજકોટ ખાતે પિયરમાં રહેતી હતી.

છુટાછેડા થયેલી યુવતિને રાજકોટના બે યુવાન દિલીપ ઉર્ફે ડી.કે.દેસાઈ અને ચેતન ભરવાડ નામના શખ્સોએ પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રેમ ફસાઈ ગયેલી યુવતિ પાસે ગિફટ લાવવાના બહાને બંન્ને યુવાનોએ રૂપિયા પડાવતા હતાં. પરિણીત યુવતીને ગીફટ આપી બંન્ને શખ્સેએ યુવતિ પર દુષ્કર્મ આચર્યુ હતું અને બીભત્સ ફોટા પાડી દીધા હતાં અને બંન્ને યુવાનો દ્વારા બીભત્સ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી પરિણીત યુવતિ પાસે થોડા થોડા દિવસે રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી.

બંન્ને યુવાનોની રૂપિયાની માંગણીથી કંટાળેલી યુવતિએ આખરે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે દિલીપ નામનો યુવાન જે પણ છોકરીને પ્રેમજાળમાં ફસાવતો હતો તે છોકરીના હાથમાં DK લખાવતો હતો.

Latest Stories