/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-380.jpg)
હવે વાત ગુનાખોરીના રંગમા રંગાયેલા રાજકોટની.રાજકોટમા ૮ વર્ષની દિકરી પર આચરવામા આવ્યું છે દુષ્કર્મ. આ દુષ્કર્મ બિજા કોઈએ નહી પરંતુ તેની બહેનપણીના મોટા બાપુ દ્વારા આચરવામા આવ્યુ છે. ખારેકની લાલચ આપી નાનાભાઈની પુત્રીની બહેનપણી સાથે દુષ્કર્મ આચર્યુ છે.
રાજકોટની મહિલા પોલીસના જાપ્તામા ઉભેલા શખ્સનુ નામ છે શામજી કોળી. આ શખ્સ પર આરોપ છે કે તેને તેના નાના ભાઈની દિકરીની બહેનપણી સાથે દુષ્કર્મ આચર્યુ છે. ત્યારે આ ઘટના સામે આવતા આ આરોપી પર સૌ કોઈ ફિટકાર વરસાવી રહ્યા છે.
છેલ્લા એક મહિનામા રાજકોટમા સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની આ ત્રીજી ઘટના સામે આવી છે. ત્યારે છેલ્લા પાંચ વર્ષોમા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ આંકડા તરફ નજર કરીયે તો
વર્ષ નોંધાયેલ બળાત્કારના કેસ
2014 10
2015 25
2016 29
2017 21
2018 26
જ્યારે ચાલુ વર્ષે 1 જાન્યુઆરી-2019થી 25 જૂલાઈ-2019 એટલે કે 6 માસ સુધી દુષ્કર્મના 20 બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. દુષ્કર્મના બનાવોના વધારા પાછળ હાલના સોશ્યલ મીડિયાનો ઉપયોગ અને પોર્ન વીડિયોનો વધતો જતો ક્રેઝ જવાબદાર છે. ત્યારે પોલીસ પણ હવે આવા શૈતાનોને કાયદાનું ભાન કરાવી રહી છે.