Connect Gujarat
ગુજરાત

જુઓ કઈ રીતે સળગતી ઈંઢોળી રાખી દિકરીઓ રમી રહી છે રાસ

જુઓ કઈ રીતે સળગતી ઈંઢોળી રાખી દિકરીઓ રમી રહી છે રાસ
X

બાળાઓમા રહેલ સાહસ અને શુરવીરતાના લોકોને થયા દર્શન

એક તરફ દેશ ભરમા આદ્યશક્તિની આરાઘનાના પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે રંગીલા ગણાતા એવા રાજકોટમા પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવના ઠેર ઠેર આયોજન કરવામા આવી રહ્યા છે. ત્યારે રાજકોટમા અર્વાચીન રાસની ઝાકમ ઝાળ વચ્ચે પણ પ્રાચીન ગરબીનુ મહત્વ યથતાવત જોવા મળી રહ્યુ છે. ત્યારે સળગતી ઈંઢોળીનો રાસ શહેરી જનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ત્યારે આ સળગતી ઈંઢોળીનો રાસ જોઈ સૌ કોઈ મંત્ર મુગ્ધ થઈ જાય છે.

રાજકોટ શહેરના મવડી ચોક વિસ્તારમાં આવેલી બજરંગ ગરબી મંડળ દ્વારા યોજવામા આવતા પ્રાચીન રાસ જોવા લોકો દુર દુરથી આવે છે. અહિનો સળગતી ઈંઢોળીનો રાસ રાજકોટવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. 6 બાળાઓ સળગતી ઈંઢોળી તેમના માથે લઈને ગરબે રમે છે. આ રાસમાં બાળાઓમા રહેલ સાહસ અને શુરવીરતાના લોકોને દર્શન થાય છે.

Next Story