રૂપિયા 10 હજારમા મેળવો ડોકટરીની ડિગ્રી: રાજકોટ SOG દ્વારા આણંદના ગુલામમયુદ્દીનની કરાઇ ધરપકડ

New Update
રૂપિયા 10 હજારમા મેળવો ડોકટરીની ડિગ્રી: રાજકોટ SOG દ્વારા આણંદના ગુલામમયુદ્દીનની કરાઇ ધરપકડ

હવે વાત કૌભાંડી યુનિવર્સિટી એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની. જી, હા ગત વર્ષે એપ્રિલ સમાં 40 છાત્રો, ડીન, પ્રિન્સીપાલ અને ખંભાળીયાના ડોક્ટર સહિતનાઓ સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં વધુ એક આરોપીને શહેર એસઓજી દ્વારા પકડી પાડવામા આવ્યો છે.

મૂળ વાંકાનેરના પાંચ દ્વારકાના અને હાલ આણંદમાં રહેતાં ગુલામમયુદ્દીનને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં આગામી તારીખ 13મી સુધીના રિમાન્ડ મળ્યા છે. ત્યારે આજ કેસમા અગાઉ દ્વારકાના ડો. કાદરીને પકડવામાં આવ્યો ત્યારે તેણે નકલી માર્કશીટ ગુલામમયુદ્દીન પાસેથી 10 હજારમાં લીધાનું કબૂલ્યુ હતુ. જે આઘારે પોલીસે વધુ તપાસ કરતા આણંદ ખાતેથી ગુલામમયુદ્દીનની ધરપકડ કરવામા આવી છે.

Latest Stories