રાજકોટમાં વધુ એક સ્પા સેન્ટરમાં રેડ, ચાર વિદેશી યુવતીઓ ઝડપાઇ

New Update
રાજકોટમાં વધુ એક સ્પા સેન્ટરમાં રેડ, ચાર વિદેશી યુવતીઓ ઝડપાઇ

સ્પા માંથી થાઈ યુવતીઓની અટકાયત

રાજકોટના માલવિયાનગર વિસ્તારમાં આવેલા ઓસિયન સ્પા સેન્ટરમાં ડીસીપી સહિત પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં થાઈલેન્ડની ચાર યુવતી અને સ્પા માલિકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સ્પા સેન્ટરના માલિકની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટના માલવિયાનગર વિસ્તારમાં ઓસિયન સ્પા સેન્ટરમાં ડીસીપી મનોહરસિંહ જાડેજા અને માલવીયાનગર પોલીસ ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં ચાર થાઇ યુવતીઓને ઝડપી પાડી છે સાથે સ્પા સેન્ટરના માલિકની પણ અટકાયત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ રાજકોટમાં ૩૫થી વધુ સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અનેક થાઈ યુવતીઓની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ આ ઘટનામાં ખુલાસો થયો હતો કે તમામ થાઈ યુવતીઓ છોકરીઓ નહીં પરંતુ છોકરા હતી. તેમને લિંગપરિવર્તન કરાવ્યું હતું. આ સર્ચ અભિયાનમાં પોલિસ અધિકારીઓ સહિત ૨૦૦ જેટલા પોલીસ કર્મીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તોરામાં ૩૫ થી વધારે સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે ૪૫ જેટલી વિદેશી યુવતીઓની ધરપકડ કરી હતી.

Latest Stories