New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-222.jpg)
લોકસભાની ચૂંટણીને લઈ આચારસંહિત લાગુ થતા પોલીસ પણ એકશનમા આવી ચુકી છે. ત્યારે આચારસંહિતા લાગુ થયા બાદ રાજકોટ પોલીસે શહેર ભરમા 16 જેટલી ચેક પોસ્ટ બનાવી છે. તો સાથે જ પ્રોહિબિશનના 219 કેસ કરવામા આવ્યા છે. 3669 શખ્સોના અટકાયતી પગલા લેવામા આવ્યા છે.
48 ઈસમોને તડીપારનો આદેશ કરવામા આવ્યા છે. જ્યારે કુલ 6 ગેરકાયદે હથિયાર તેમજ 13 જીવતા કાર્તુસ પણ કબ્જે કરવામા આવ્યા છે. તો સાથો સાથ શહેરમાંથી 2231 જેટલા પરવાના વાળા હથિયાર પણ જમા લેવામા આવ્યા છે. તો ચૂંટણીમા કોઈ પણ પ્રકારનો અનઈચ્છનિય બનાવ ન બને તે માટે રાજકોટ પોલીસે સુરક્ષા કવચ નામની એક એપ્લિકેશન બનાવી છે. જે એપ્લિકેશનમા ગુનાખોરી સાથે સંકળાયેલા તમામ આરોપીઓના નામ, ફોટા, કોન્ટેકટ નંબર અને એડ્રેસ તેમજ ગુનાની ડિટેઈલ્સ સહિતની તમામ વિગતો ઉપલ્બધ કરાવવામા આવી છે.
Latest Stories