/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/swineflumon.jpg)
પોરબંદરનાં પુરુષ અને જામનગરની મહિલાનો કેસ પોઝિટિવ નોંધાતાં સારવાર હેઠળ ખસેડાયા
રાજકોટમાં સ્વાઈન ફલૂની સારવાર લઈ રહેલા દર્દીનું આજે સારવાર દરમિયાન મોત નિપજયું હતું. રાજકોટમાં અત્યાર સુધીમાં સ્વાઈન ફલૂના 38 જેટલા કસો નોંધાયા છે. જેને લઈ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટને સ્વાઈન ફલૂના રોગ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને જિલ્લામાં પુરતી કાળજી રાખવામાં આવતી ન હોવાનું ફલિત થઈ રહ્યું છે. આજરોજ સ્વાઈન ફલૂના રોગના કારણે એક દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. તો આજે પોરબંદરમાં પુરૂષ અને જામનગર જિલ્લામાં મહિલાને સ્વાઈન ફલૂ પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે આરોગ્ય વિભાગ સતત ઉઘતુ ઝડપાયું હતું. સ્વાઈન ફલૂના 23 જેટલા દર્દીઓ હાલ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં સ્વાઈન ફલૂનો આંક 38 પર પહોંચ્યો છે.