પોલીસે હેલમેટ પહેરી વાહન હાકનારને પતંગનું વિતરણ તેમજ હેલમેટ વગર વાહન હાંકનારને કર્યું ગુલાબનું વિતરણ.

રાજકોટ પોલીસે શહેર તેમજ જિલ્લામાં વસતા લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવી રહે તે માટે નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. ટ્રાફિક પોલીસના આ નવતર પ્રયોગને રાજકોટવાસીઓએ પુરતો સાથ સહકાર આપતા પંથકમા ચકચાર મચી જવા પામી છે.

ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવી રહે તે માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. રાજકોટ શહેર ટ્રાફિક વ્યવસ્થાને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે રાજકોટમાં વસતા લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવી રહે તે માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. રાજકોટ ટ્રાફિક પોલીસ આ નવતર પ્રયોગને લઈ શહેરમાં વસતા લોકોને હેલમેટ પહેરી વાહન ચલાવનારને પતંગનું વિતરણ કરાયું હતું તેમજ હેલ્મેટ વગર વાહન હાંકનારને પોલીસ દ્વારા ગુલાબનું વિતરણ કરાયું હતું. પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિક અંગે જીગૃતિ આવી રહે તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતાં. ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકો પ્રત્યે પોલીસે અપનાવેલી આ સરાહનીય કામગીરીથી લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવી જશે તેવો આશાવાદ સેવાઇ રહ્યો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here