રાજકોટ: તમારે ઘરે મનગમતુ વૃક્ષ વાવવું છે, તો બસ કરો એક નંબર પર ફોન, ફ્રિમા વાવી જશે વૃક્ષ

New Update
રાજકોટ: તમારે ઘરે મનગમતુ વૃક્ષ વાવવું છે, તો બસ કરો એક નંબર પર ફોન, ફ્રિમા વાવી જશે વૃક્ષ

હવે વાત છે સદ્દભાવનાની સુવાસની... આજે 5 જુન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. એક તરફ દિવસે અને દિવસે ગલોબલ વોર્મિગની સમસ્યા વધી રહી છે. બિજી તરફ રાજકોટની આજુ બાજુના ગામો કે જ્યા એક સમયે બંજર સમાન હતા. તે આજે લીલાછમ અને હરિયાળા થઈ ઉભા છે. ત્યારે કઈ રીતે આ ગામડાઓની કાયાપલટ થઈ તે અંગે જુઓ અમારો આ રીપોર્ટ સદ્દભાવનાની સુવાસ અત્રે પ્રસ્તુત છે.

આ છે વિજયભાઈ ડોબરીયા... પાંચ વર્ષ પહેલા વિજયભાઈ ડોબરિયાએ વૃક્ષા રોપણની શરૂઆત કરી હતી. પોતાના ગામ ફતેપરથી. ધિરે ધિરે લોકોનો સહકાર મળતા આજે 5 વર્ષમા તેઓએ 2.62 લાખથી પણ વધુ વૃક્ષોનુ વાવેતર કર્યુ છે. તો સાથેજ આજે તેમની ટીમમા 184થી વધુનો સ્ટાફ છે જે રોજ ટેન્કર મારફતે ગામાડાઓ સુધી પહોંચી વૃક્ષોને પાણી પિવડાવે છે. વિજય ભાઈ દ્વારા કરવામા આવેલ ભગિરથ કાર્યથી માત્ર તેમના ગામનો જ નહી પરંતુ અનેક ગામડાઓને ફાયદો પહોંચ્યો છે. ટ્રસ્ટ દ્વારા થોરીયાળી અને ખોડાપીપર ગામમા લોકોના ઘરની બહાર આંબો વાવમા આવ્યો છે. જેના કારણે લોકો આજે આંબાની મિઠી કેરીનો સ્વાદ પણ માણી રહ્યા છે.

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં વિજય ડોબરિયાએ જણાવ્યુ છે કે, રાજકોટ શહેરમાં રહેતા ઘણા લોકોને સમયનો અને જાણકારીનો અભાવ હોય છે કે, વૃક્ષના રોપા ક્યાંથી મળશે. ત્યારે જે કોઈ પણ વ્યક્તિ અમને અમારી હેલ્પલાઈન નંબર 6354802849 પર કોલ કરશે. તેમના ઘરે અમારા સ્વંયસેવકો જઈ તેમને મનગમતુ વૃક્ષ વાવી દેશે. ત્યારે કનેકટ ગુજરાત આપને અપીલ કરે છે કે, સૌ કોઈ પોતાના ઘરની બહાર એક વૃક્ષ તો અવશય વાવે જેના કારણે ગલોબલ વોર્મિગની સમસ્યા થી સમગ્ર વિશ્વ પિડાઈ રહ્યું છે. તે ગલોબલ વોર્મિગની પિડામાંથી મુક્ત થાય.