/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-61.jpg)
રાજકોટમા સોમવારની વહેલી સવારે એક શર્મસાર કિસ્સો સામે આવ્યો હતો. વડોદરાની પારૂલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટના ગોંડલ રોડ સ્થિત હોમિયોપેથી મેડિકલ કોલેજમા શનિવારના રોજ પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનીની છેડતી કરવામા આવી હતી. જે અન્વયે આજરોજ મોટી સંખ્યામા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ એકઠા થઈ સુત્રોચ્ચાર કર્યા હતા. તો સાથેજ અભ્યાસ થી દુર રહી પોતાનો વિરોધ પણ નોંધાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
હોમિયોપેથી કોલેજની એક વિદ્યાર્થીની એ પ્રોફેસર ભાષ્કર ભટ્ટ પર છેડતીનો આરોપ લગાવતા જણાવ્યુ હતુ કે પ્રોફેસરે મને કમરના ભાગેથી પકડી ધક્કો મારી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાબતે તમામ વિદ્યાર્થીઓ એક થઈ જતા તેમેન રસ્ટીગેટ કરવાની ધમકી આપી હતી. જેને પગલે આજ વહેલી સવારથી વિદ્યાર્થીઓએ ન્યાય ન મળે ત્યા સુધી અભ્યાસ થી અળગા રહેવાની ચિકી ઉચ્ચારી હતી.
તો બિજી તરફ કનેકટ ગુજરાત સાથેની વાચતીમા ભાષ્કર ભટ્ટે જણાવ્યુ હતુ કે હુ કોલેજ સાથે શરૂઆતથી સંકળાયેલુ છે. મારી પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે. તો સાથેજ પોલીસ અને કોલેજ મારા પર જે કોઈ પણ કાર્યવાહી કરવા માંગતા હોઈ તેમા હું સંપુર્ણપણે સહકાર આપીશ.