Connect Gujarat
ગુજરાત

રાજકોટ : અંગત અદાવતમા સગા સાઢુભાઈને જાહેરમા કુહાડીના ઝીંક્યા ઘા, જુઓ લાઈવ વિડિઓ 

રાજકોટ : અંગત અદાવતમા સગા સાઢુભાઈને જાહેરમા કુહાડીના ઝીંક્યા ઘા, જુઓ લાઈવ વિડિઓ 
X

દિવસે અને દિવસે ગુનાખોરીનુ પ્રમાણ સામે આવી રહ્યુ છે. પારિવારીક સાઢુભાઈએ બિજા સાઢુભાઈને જાહેરમા કુહાડીના ઘા ઝીંકી માર્યાની ઘટના સામે આવી છે.

ઉપલેટા શહેરના જુના પોરબંદર બાયપાસ રોડ ઉપર આવેલ સિયારામ હોટલ સામે ભાયાભાઈ નારણભાઈ ગાગલિયા અને વિજય કરસનભાઈ સોલંકી તથા તેના પિતા કરસનભાઈ અરશી ભાઈ સોલંકીએ કુહાડી તથા લાકડીના જીવલેણ ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે બાદ નારણભાઈને 108 મારફત ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો જે બાદ તેઓને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેજવામા આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી વિજય સોલંકી તથા ઈજાગ્રસ્ત ભાયાભાઈ ગાગલિયા બંને સગા સાઢુભાઈ થાય છે. અગાઉ પણ બંને સાઢુભાઈ વચ્ચે માથાકૂટ થયેલ હતી. ત્યારે પણ મોટા પ્રમાણમાં માથાકૂટ થઈ હોવાની વાત જાણવા મળેલ છે.

Next Story