Connect Gujarat
રાજકોટ 

રાજકોટ: એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા 28 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો..

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે. શહેરની વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા મૂળ સુરત જિલ્લાના 28 વર્ષીય કલ્પેશ પ્રજાપતિને હાર્ટ એટેક આવ્યો હતો.

રાજકોટ: એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા 28 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો..
X

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે. શહેરની વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા મૂળ સુરત જિલ્લાના 28 વર્ષીય કલ્પેશ પ્રજાપતિને હાર્ટ એટેક આવ્યો હતો. સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું. કલ્પેશ વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં આર્કિટેક્ચરના કોર્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે સાંજે કોલેજથી છૂટી રહ્યો હતો એ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. આથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. કલ્પેશે વેક્સિનના ત્રણ ડોઝ લીધાનું સામે આવ્યું છે. મૂળ બારડોલીના અને હાલ છેલ્લા ચાર વર્ષથી રાજકોટમાં રહી કાલાવડ રોડ પર આવેલ VVP એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા 28 વર્ષીય કલ્પેશ પ્રજાપતિને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા પ્રથમ સોડા પીધી હતી. બાદમાં તેમને મિત્રને ફોન કરી હોસ્પિટલ જવા જાણ કરી હતી. જે બાદ મિત્ર તેમને 108 મારફત હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ તેણે દમ તોડી દીધો હતો અને મોત નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ કોલેજ સંચાલકોને તેમજ તેના પરિવારજનોને કરવામાં આવી હતી.

Next Story