રાજકોટ : BJPના યુવા નેતા વિડિયો કોલ પર કપડાં ઉતારતી યુવતીની "ઝપટે" ચઢી ગયા..!

ભાજપના આઈટી સેલના ઈન્ચાર્જને આવ્યો વિડિયો કોલ, રાત્રીના સમયે વિડિયો કોલ કરી યુવતી થઈ હતી નિર્વસ્ત્ર.

રાજકોટ : BJPના યુવા નેતા વિડિયો કોલ પર કપડાં ઉતારતી યુવતીની "ઝપટે" ચઢી ગયા..!
New Update

રાજકોટ જિલ્લાના વધુ એક ભાજપ નેતા વિવાદમાં સપડાયા છે. ભાજપના આઈટી સેલના ઈન્ચાર્જને વિડિયો કોલ કરી યુવતીએ કપડાં ઉતારી 5 લાખ રૂપિયા માંગ્યા હોવાની ફરિયાદ સાયબર પોલીસને મળી છે. જોકે, સમગ્ર મામલાનો વિડિયો હાલ તો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઇ રહ્યો છે.

રાજકોટ શહેર ભાજપ આઇટી સેલના ઇન્ચાર્જ મનોજ ગેરૈયાને મંગળવારે રાત્રિના સમયે વ્હોટ્સએપ પર વિડિયો કોલ આવ્યો હતો. જે વિડીયો કોલ રિસીવ કરતા જ સામે દેખાઈ રહેલી યુવતી પોતાના કપડા ઉતારવા માંડી હતી. લગભગ 35 સેકન્ડ જેટલો વિડિયો કોલ ચાલ્યો હતો.

જોકે થોડીવાર બાદ ફરી એક ફોન આવ્યો હતો, જેમાં મજા આવી? એમ પુછવામાં આવ્યું હતું. ત્યારબાદ મનોજ ગેરૈયાને એક એડિટ કરેલો વિડિયો મોકલવામાં આવ્યો હતો, જે બાદ તેઓ પાસેથી ઓનલાઈનના મધ્યમથી રૂપિયા 5 લાખની માંગણી કરવામાં આવી હતી. અને જો રૂપિયા નહીં આપવામાં આવે તો વિડિયો અન્ય ભાજપના નેતા અને આગેવાનો તેમજ કાર્યકર્તાઓને મોકલી આપવામાં આવશે, તેવી ધમકી પણ આપવામાં આવી હતી.

સમગ્ર મામલે મનોજ ગેરૈયાએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે આ બાબતની ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ બાબુ નસીબને પણ આ જ પ્રકારે એક વિડિયો કોલ આવ્યો હતો અને તેમની સાથે પણ આજ પ્રકારનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું, ત્યારે હાલ તો ભાજપ આઇટી સેલના ઇન્ચાર્જ મનોજ ગેરૈયાનો આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઇ રહ્યો છે.

#Video Call #New Viral Video #BJP Rajkot #Police Complain #BJP leader #Cyber Crime #Bjp News #Rajkot #Connect Gujarat News
Here are a few more articles:
Read the Next Article