રાજકોટ ભાજપના અગ્રણી નેતાના પુત્રનું કાર અકસ્માતમાં થયું મોત, અમદાવાદ મિત્ર સાથે કાર લેવા જતો હતો
રાજકોટ ભાજપના અગ્રણી નેતાના પુત્રને લીંબડી નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં કારચાલક વિમલનું ઘટનાસ્થળે જ મોત થયું છે.
BY Connect Gujarat Desk6 March 2023 7:54 AM GMT

X
Connect Gujarat Desk6 March 2023 7:54 AM GMT
રાજકોટ ભાજપના અગ્રણી નેતાના પુત્રને લીંબડી નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં કારચાલક વિમલનું ઘટનાસ્થળે જ મોત થયું છે. વોર્ડ નંબર 6ના પ્રભારી રમેશભાઈ પરમારનો પુત્ર વિમલ કાર ખરીદવા માટે મિત્ર સાથે અમદાવાદ ગયો હતો. અમદાવાદથી પરત ફરતી વખતે કાર રસ્તા પરથી નાળામાં ખાબકી હતી. જેમાં કારમાં બેઠેલા જીગ્નેશ નામનો યુવક કારમાંથી બહાર નીકળી ગયો હતો અને તેનો બચાવ થઈ ગયો હતો જ્યારે વિમલનુ ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું હતું.
Next Story