રાજકોટ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સિવિલ હોસ્પિટલમાં કેથલેબનું લોકાર્પણ કરાયું, હૃદય સંબંધિત બીમારીઓનું થશે નિદાન

સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હવે હ્રદયરોગની આધુનિક સારવાર રાજકોટ ખાતે જ મળતી થશે

New Update
રાજકોટ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સિવિલ હોસ્પિટલમાં કેથલેબનું લોકાર્પણ કરાયું, હૃદય સંબંધિત બીમારીઓનું થશે નિદાન

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ પામેલ કેથલેબ અને કાર્ડિયોલોજી વિભાગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રૂ. 10 કરોડના ખર્ચે નિર્મિત કેથલેબ અને કાર્ડિયોલોજી વિભાગનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ કેથ લેબમાં હ્રદયરોગના જટિલ ઓપરેશન તેમજ હૃદય સંબંધિત બીમારીઓનું નિદાન તેમજ સારવાર ઉપલબ્ધ બનશે. આ વિભાગની શરૂઆત સાથે સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હવે હ્રદયરોગની આધુનિક સારવાર રાજકોટ ખાતે જ મળતી થશે, જેથી દર્દીઓને અમદાવાદ સુધી જવાની જરૂર નહીં રહે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે કેથલેબ વિભાગમાં ઉપલબ્ધ સુવિધાઓનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું, તેમજ દર્દીઓને ઉપલબ્ધ કરાવાયેલી સુવિધા અને સારવાર સંબંધિત વિગતવાર માહિતી મેળવી હતી.

Latest Stories