રાજકોટ : સિટી બસના ચાલકની ગુંડાગીરી, વૃદ્ધને જાહેરમાં માર મારતો વીડિયો વાઇરલ

રાજકોટ શહેરમાં ફરી એક વખત સિટી બસના ચાલકની દાદાગીરી સામે આવી છે.

રાજકોટ : સિટી બસના ચાલકની ગુંડાગીરી, વૃદ્ધને જાહેરમાં માર મારતો વીડિયો વાઇરલ
New Update

રાજકોટ શહેરમાં ફરી એક વખત સિટી બસના ચાલકની દાદાગીરી સામે આવી છે. શહેરના માલવિયા ચોક નજીક બાઈકચાલક વૃદ્ધ અને સિટી બસના ચાલક વચ્ચે કોઈક બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમ્યાન મામલો ઉગ્ર બનતા અન્ય સિટી બસના ડ્રાઇવર અને કંડક્ટર પણ એકઠા થયા હતા. બસના ચાલકોએ રસ્તા વચ્ચે જ સિટી બસ થોભાવીને ભારે ટ્રાફિકજામ કર્યો હતો. રાજકોટ સિટી બસના ચાલકે બાઈકચાલક વૃદ્ધને બેફામ ગાળો ભાંડી જાહેરમાં માર માર માર્યો હતો.

વૃદ્ધ આજીજી કરતા રહ્યા, પણ બસના ચાલકને સહેજ પણ દયા આવી ન હતી, ત્યારે વૃદ્ધે પ્રતિકાર કર્યો, પણ ચાલક બેફામ બની માર મારવા લાગ્યો હતો. સિટી બસના ચાલકની લુખ્ખાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસે વિજય કાપડી નામના બસ ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#Rajkot #Connect Gujarat #BeyondJustNews #old man #Beaten #Bullying #video viral #City Bus Driver #Driver arrested
Here are a few more articles:
Read the Next Article