Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : પાટીદાર આંદોલન સમયે જેતલસરના 6 લોકો વિરુદ્ધ થઈ હતી ફરિયાદ, કેસ પાછા ખેચવા પરિવારની માંગ

રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામમાં પાટીદાર અનામત આંદોલન સમયે પોલીસ દ્વારા 6 લોકો પર કેસ કરવામાં આવ્યો હતો.

X

રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામમાં પાટીદાર અનામત આંદોલન સમયે પોલીસ દ્વારા 6 લોકો પર કેસ કરવામાં આવ્યો હતો. જોકે આજદિન સીધી કોર્ટના ધક્કા ખાતા પરિવારે આ કેસ પાછા ખેચવાની માંગ સાથે મીડિયા સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી હતી.

પાટીદાર આંદોલન સમયે જેતપુર તાલુકાના જેતલસર ગામમાં અંદાજે પાટીદાર સમાજના 6 લોકો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી હતી. જેતલસર ગામે પાનની દુકાન ચલાવતા વિનોદ રાદડીયા પોતાની દુકાને બેઠા હતા, તે દરમ્યાન પોલીસ તેઓને ત્યાંથી લઈ જઈ તેમની વિરુદ્ધ ખોટા કેસ કર્યો હતો. એટલું જ નહીં વિનોદ રાદડીયા કે, જે પરિવારના મોભી છે તેમણે 50 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. જેથી તેમના પરીવારની પરિસ્થિતી ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. આટલા વર્ષો વિતી ગયા છતા કોઇ નિરાકરણ નહીં આવતા આ કેસ અત્યાર સુધી પાછા ખેંચાયા નથી. જેથી તેઓએ કોર્ટના ધક્કા ખાવાનો વારો આવ્યો છે, ત્યારે હવે સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન મામલે થયેલા કેસ પાછા ખેંચાય તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.

Next Story