Connect Gujarat
રાજકોટ 

રાજકોટ: દેવાયત ખવડ આખરે પોલીસના શરણે ! PMOમાં ફરિયાદ થતા ક્રાઇમ બ્રાન્ચમાં થયો હાજર

રાજકોટમાં લોકકલાકાર દેવાયત ખવડે બિલ્ડર પર હુમલો કરવાના મામલામાં 10 દિવસ બાદ આરોપી પોલીસ સમક્ષ હાજર થયો હતો.

X

રાજકોટમાં લોકકલાકાર દેવાયત ખવડે બિલ્ડર પર હુમલો કરવાના મામલામાં 10 દિવસ બાદ આરોપી પોલીસ સમક્ષ હાજર થયો હતો. ન્યાય માટે સીધી જ PMOમાં લેખિત ફરિયાદ કરાતા દેવાયત ખવડને પણ રેલો આવ્યો હતો અને એ પોલીસ સામે હાજર થઇ ગયો હતો

રાજકોટમાં 7 ડિસેમ્બરના રોજ 'રાણો રાણાની રીતે' ફેમ લોકકલાકાર દેવાયત ખવડ સહિત બે શખસે બિલ્ડર પર પાઇપથી હિચકારો હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસ ફરિયાદમાં દેવાયત ખવડ છેલ્લા 10 દિવસથી પોલીસ પકડથી દૂર હતો. ત્યારે હુમલાનો ભોગ બનેલા બિલ્ડર મયૂરસિંહ રાણાએ હવે ન્યાય માટે સીધી જ PMOમાં લેખિત ફરિયાદ કરતા દેવાયત ખવડને પણ રેલો આવ્યો અને સીધો ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થવા દોડી આવ્યો છે. દેવાયત ખવડ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થતા એ ડિવિઝન પોલીસ પણ તેમનો કબ્જો લેવા પહોંચી ગઈ હતી. બાદમાં દેવાયત ખવડને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. તેણે મીડિયાને નિવેદન આપતા જણાવ્યું હતું કે, સમય આવશે ત્યારે જવાબ આપીશ. પોલીસ પકડે નહીં એ માટે દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ આ જામીન ન આપવા પોલીસ દ્વારા સોગંદનામું પણ કરવામાં આવ્યું છે. સોગંદનામામાં પોલીસે દેવાયતની ગુનાહિત કુંડળનો ઉલ્લેખ કર્યો છે. દેવાયત ખવડ સામે 3 જેટલા ગુના નોંધાયા હોવાનો ઉલ્લેખ સોગંદનામામાં છે. જેમાં 2015માં ચોટીલામાં મારામારીના ગુનામાં દેવાયત ખવડ વિરુદ્ધ IPC કલમ 325 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ 2015માં મૂળી પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો.

Next Story