રાજકોટ અગ્નિકાંડ: લાચાર બાપની વેદના કહ્યું જો કોઈ આરોપીને જામીન મળ્યા તો હું તેને મરી નાખીશ

રાજકોટ અગ્નિકાંડમાં એક જ પરિવારના 5 લોકો લાપતા છે, ત્યારે પરિવારજન ગુમાવનાર પરિવારના એક સદસ્યએ ધમકી આપતા કહ્યું કે, દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ.

New Update
રાજકોટ અગ્નિકાંડ: લાચાર બાપની વેદના કહ્યું જો કોઈ આરોપીને જામીન મળ્યા તો હું તેને મરી નાખીશ

રાજકોટ અગ્નિકાંડમાં એક જ પરિવારના 5 લોકો લાપતા છે, ત્યારે પરિવારજન ગુમાવનાર પરિવારના એક સદસ્યએ ધમકી આપતા કહ્યું કે, દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ. જો કોઈ આરોપીના જામીન મંજુર થશે તો હું તેમને મારી નાંખીશ.

રાજકોટ આગકાંડમાં એક જ પરિવારના 5 લોકો લાપતા થવાથી આખો પરિવાર ગમગીન બની ગયો છે. આ ઘટનાથી વ્યથિત થયેલા પરિવારના એક સદસ્યએ ગુસ્સામાં આવીને કહ્યું કે, અમારા પરિવારના 10 લોકો ગેમઝોનમાં ગયા હતા, 5 લોકો લાપતા છે. કોઈની ઓળખ થઈ શકી નથી. આ તામમ TRP ગેમઝોનમાં રમવા માટે ગયા હતા. દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ. જો જામીન મંજુર થાય તો હું તેમને મારી નાંખીશ. હવે મારી પાછળ કોઈ બચ્યું નથી. મારે જેલમાં જવું પડે તો હું જવા તૈયાર છું. મારી માંગણી એ છે કે, સરકારે કાં તો આ લોકોને ફાંસીની સજા આપો. અથવા તો કોઈ એડવોકેટ તેમનો કેસ ન લડે, ન તો હાઈકોર્ટમાં, ન તો સુપ્રીમમાં. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે પણ ફી થતી હોય તેને 2 લાખ રૂપિયા હુ આપવા તૈયાર છું. હુ મારા પોતાના રૂપિયા આપીશ. મારે કોઈ સરકારી સહાય જોઈતી નથી. મીડિયાની હાજરીમાં જે જરૂરિયાતમંદને સરકારી સહાય જોઈતી હશે એને હું આપી દઈશ. દોષિતોના કોઈના પણ સજા પહેલા જામીન મંજૂર થયા તો હુ એમને મારી નાંખીશ. મારી આગળ પાછળ હવે કોઈ રહ્યું નથી જો આ લોકો જામીન પર છુટ્યા તો હું એકેયને જીવતો નહિ છોડું. હવે મારો કોઈ પરિવારની ઓળખ નથી થઈ રહી, તેમ હું એમને ઓળખ નહિ થવા દઉં હું સરકારને એટલુ જ કહેવા માગુ છું કે, આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. હવે સરકાર એક્શન નહિ લે, તો પબ્લિક એક્શન લેશે. હવે હું દેખાડીશ. જો જામીન મંજૂર થયા તો હું તેમને પૂરો કરી દઈશ…

Latest Stories