રાજકોટ : શું ગાંઠિયાની બનાવટમાં વાપરવામાં આવે છે વોશિંગ પાઉડર ?

ફરસાણના વેપારીઓ ગાંઠિયાની બનાવટમાં ખાવાના સોડાના સ્થાને વોશિંગ પાઉડરનો ઉપયોગ કરતા હોવાનું બહાર આવ્યું છે

New Update
રાજકોટ : શું ગાંઠિયાની બનાવટમાં વાપરવામાં આવે છે વોશિંગ પાઉડર ?

રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી ફરસાણની દુકાન પર ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ફરસાણના વેપારીઓ ગાંઠિયાની બનાવટમાં ખાવાના સોડાના સ્થાને વોશિંગ પાઉડરનો ઉપયોગ કરતા હોવાનું બહાર આવ્યું છે

રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તહેવાર અંતર્ગત છેલ્લા કેટલાય દિવસોથી ખાદ્ય પદાર્થો બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકાનાઆરોગ્ય વિભાગ દ્વારા ફરસાણ તેમજ દૂધની પ્રોડક્ટ સાથે સંકળાયેલા ધંધાર્થીઓને ત્યાં સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ ચેકિંગ અંતર્ગત ફરસાણ બનાવતી પાંચ જેટલી પેઢી પૈકી ત્રણ પેઢી માંથી 25 કિલોની માત્રામાં વોશિંગ સોડા મળી આવ્યો છે. તેમજ આઠ કિલો પાપડી ગાંઠિયા, 4 કિલો પેંડા, બે કિલો શક્કરપરા, 10 કિલો મોહનથાળ, ત્રણ કિલો મોતીચૂરના લાડુ, 20 કિલો તીખી પાપડી, 22 કિલો તીખા ગાંઠિયા, સૂકી કચોરી, સમોસા, ચવાણું સહિત અખાદ્ય ફરસાણ મળી આવતાં સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો છે. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચે ગાંઠિયામાં ખાવાના સોડાના બદલે વોશિંગ પાવડરનો ઉપયોગ કરે છે જેનાથી નાગરિકોનું આરોગ્ય જોખમાય છે ત્યારે આ પ્રકારના અખાદ્ય ગાંઠિયા ખાવાથી લોકોના આંતરડા અને હોજરીમાં

Latest Stories