રાજકોટ : મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વી. વી. પટેલનું હાર્ટ એટેકથી મોત....

ફરી એક હાર્ટએટેકનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાંથી હાર્ટએટકથી મૃત્યુનો વધુ એક બનાવ સામ આવ્યો છે.

New Update
રાજકોટ : મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વી. વી. પટેલનું હાર્ટ એટેકથી મોત....

રાજયભરમાં હાર્ટએટેકના કિસ્સાઓ સતત વધતાં રહે છે ત્યારે ફરી એક હાર્ટએટેકનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાંથી હાર્ટએટકથી મૃત્યુનો વધુ એક બનાવ સામે આવ્યો છે. રાજકોટ મહાનગર પાલિકામાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા વી.વી પટેલને હાર્ટ એટેક આવતા તેઓનો હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વી.વી પટેલની એક સપ્તાહ પહેલા જ તબિયત લથડી હતી. ત્યારે હવે તેમના નિધનથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.