રાજકોટ : વીરપુર મતદાન મથકે પોલીસે મતદારને "ઢીબ્યો", વિડિયો થયો વાઇરલ...

રાજકોટ જિલ્લાના વીરપુર મતદાન મથકે પોલીસ અને મતદાર વચ્ચે માથાકૂટ થતાં મુક્કાબાજીના દ્રશ્યો સર્જાયા હતા.

New Update
રાજકોટ : વીરપુર મતદાન મથકે પોલીસે મતદારને "ઢીબ્યો", વિડિયો થયો વાઇરલ...

રાજકોટ જિલ્લાના વીરપુર મતદાન મથકે પોલીસ અને મતદાર વચ્ચે માથાકૂટ થતાં મુક્કાબાજીના દ્રશ્યો સર્જાયા હતા. બનાવના પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ મામલો થાળે પાડ્યો હતો.

રાજ્યભરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે, ત્યારે રાજકોટ જિલ્લામાં પણ 413 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન માટે લોકો મતદાન મથક પર ઉમટી પડ્યા છે. જોકે, વીરપુરમાં મતદાન કરવા આવેલ એક મતદાર પોતાની સાથે મત કુટીરમાં મોબાઈલ લઈને જવા માંગતો હતો. પરંતુ પોલીસે તેને મતદાન મથક બહાર જ રોક્યો હતો. પોલીસ અને મતદાર વચ્ચે ચકમક થયા બાદ મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં મતદારે પોલીસ સાથે ઝપાઝપી કરતાં પોલીસે મતદારને ઢીબી નાંખ્યો હતો. પોલીસ જવાન છુટ્ટા હાથે મતદાર પર તૂટી પડવાના લાઇવ દ્રશ્યો પણ લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા બલરામ મીણા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મતદારને માર મારનાર કોન્સ્ટેબલને અન્ય સ્થળે ફરજ ઉપર મૂકી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

Latest Stories