રાજકોટ : શું ST બસમાં થતી હતી દારૂની હેરાફેરી ? બગસરા-રાજકોટ રૂટની બસમાંથી મળ્યો દારૂનો જથ્થો

ગોંડલમાં એસ.ટી. બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો, બગસરા-રાજકોટ રૂટની બસમાં હતો દારૂ ભરેલો થેલો.

New Update
રાજકોટ : શું ST બસમાં થતી હતી દારૂની હેરાફેરી ? બગસરા-રાજકોટ રૂટની બસમાંથી મળ્યો દારૂનો જથ્થો

રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે બગસરા-રાજકોટ રૂટની એસ.ટી. બસમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી છે, ત્યારે આ દારૂનો જથ્થો કોનો છે અને ક્યાં લઈ જવામાં આવતો હતો, તે દિશામાં ગોંડલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના ગોંડલમાં એસ.ટી. બસની અંદરથી વિદેશી દારૂની બોટલો સાથેનો થેલો મળી આવ્યો છે. બગસરા-રાજકોટ રૂટની બસમાંથી દારૂની બોટલો થેલો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગોંડલથી એસ.ટી. બસ રાજકોટ આવવા માટે નીકળી હતી, ત્યારે કોલેજ ચોક બસ સ્ટોપ પર પેસેન્જરના ધ્યાને થેલો આવતા તેને સમગ્ર મામલાની જાણ બસના કંડકટર તેમજ ડ્રાઈવરને કરી હતી.

બસના ડ્રાઈવર દ્વારા તાત્કાલીક અસરથી ગોંડલ સિટી પોલીસમાં જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે મળી આવેલા દારૂનો જથ્થો કોનો છે અને ક્યાં લઈ જવામાં આવતો હતો, તે દિશામાં ગોંડલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગોંડલ સિટી પોલીસના અધિકારીઓ થેલો ચેક કરતાં 12 નંગ દારૂની બોટલ મળી આવી હતી. ત્યારે હવે એસ.ટી બસમાં પણ આ પ્રકારનો કીમિયો અપનાવી દારૂની હેરાફેરી કરતાં બુટલેગરોએ જાણે પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે.

Read the Next Article

ભીની આંખો સાથે વિદાય... વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ ઉમટી પડી

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ થયા

New Update
VIJAY RUPANI Last Rites

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ છે. અંતિમ યાત્રા પહેલા વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ ભીની આંખો સાથે તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને વિદાય આપી.

VIJAY RUPANI ANTIM YATRA

આ દરમિયાન,રૂપાણીના પત્ની ખૂબ જ ભાવુક થઈ ગયા અને પોતાના પુત્રને ગળે લગાવીને રડી પડ્યા.12જૂન, 2025ના રોજ,અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી ક્રેશ થઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં241લોકોના મોત થયા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ એ જ વિમાનમાં સવાર હતા.

રૂપાણી પરિવાર પાર્થિવદેહ લઈ પહોંચતાં રાજકોટ હીબકે ચડ્યું:-

રવિવારે,ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિજય રૂપાણીનો ડીએનએ સવારે11:10વાગ્યે મેચ થયો હતો અને તેમના પરિવારને તેના વિશે જાણ કરવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે,તેથી સરળ જાહેર પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિજય રૂપાણીનો નશ્વરદેહ રાજકોટ પહોંચ્યો ત્યારનો વિડિયો:-

Latest Stories