Connect Gujarat
રાજકોટ 

રાજકોટ: વિધાનસભાની 8 બેઠકોની ચૂંટણી માટે તંત્ર સજ્જ, જુઓ કેવી છે તૈયારી

રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠક માટે યોજાનાર ચૂંટણી બાબતે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

X

રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠક માટે યોજાનાર ચૂંટણી બાબતે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવનાર છે. ત્યારે રાજકોટ જિલ્લાની૦૮ વિધાનસભાની બેઠકો માટે આગામી તા. ૦૧ ડિસેમ્બરે મતદાન યોજાશે. આ ચૂંટણી મુક્ત, નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટેની કામગીરીનો પ્રારંભ થયો છે.રાજકોટ શહેર-જિલ્લાની તમામ ૦૮ વિધાનસભામાં ઉપયોગમાં લેવાનારા ઇવીએમ રાજકોટ ખાતેથી ઈવીએમ અને વીવીપેટ લેવાની કામગીરી શરૂ કરી દીધી હતી તથા ઇવીએમ-વીવીપેટ મશીન ની જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર તથા વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ની ઉપસ્થિતિમાં રેન્ડમ ફાળવણી કરવામાં આવી હતી.

સૌથી વધુ ફાળવણી રાજકોટ ગ્રામીણ ૬૨૦ વીવીપેટ અને ૫૬૧ ઈવીએમફાળવવામાં આવ્યા છે.આ મશીન ૦૮ વિધાનસભાની બેઠકના ચૂંટણી અધિકારીઓને ફાળવી સ્ટ્રોંગ રૂમમાં મુકી દેવામાં આવશે ત્યાંથી ઇલેક્શનના દિવસે મતદાન મથકમાં મોકલવામાં આવશે.

Next Story