વડોદરા : લગ્નના ફેરા ફરે તે પહેલા જ વરરાજા જેલ હવાલે, DJ બંધ કરાવવાની શંકાએ કરી યુવકની હત્યા..!

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં DJ બંધ કરાવવાના મામલે મીંઢળ બાંધેલા હાથે જ વરરાજાએ ખુની ખેલ ખેલ્યો હતો.

વડોદરા : લગ્નના ફેરા ફરે તે પહેલા જ વરરાજા જેલ હવાલે, DJ બંધ કરાવવાની શંકાએ કરી યુવકની હત્યા..!
New Update

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં DJ બંધ કરાવવાના મામલે મીંઢળ બાંધેલા હાથે જ વરરાજાએ ખુની ખેલ ખેલ્યો હતો. લગ્નની પીઠીભર્યા વરરાજા, તેના ભાઈ અને માતાએ મળી યુવક સાથે ઝઘડો કરી ચપ્પાના ઘા મારતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા ચાણક્યનગરીમાં રહેતા શર્મિષ્ઠા ઠાકોર અને તેમનો ભાઈ પવન ઠાકોર વુડાના મકાનમાં રહેતા પ્રકાશ રોહિતના લગ્ન હોવાથી ત્યાં ગરબા જોઈ રહ્યા હતા. આ દરમ્યાન વરરાજા અને તેના પરિવારને શંકા થઈ હતી કે, DJ બંધ કરાવવા માટે આ યુવકે પોલીસને ફોન કર્યો હતો. આ સમયે પ્રકાશ રોહિતનો નાનો ભાઈ અજય રોહિતે પવન ઠાકોર પાસે આવીને જણાવ્યું હતું કે, હોળી-ધુળેટી વખતે મારા ભાઇની બાઈક સાથે કાર એક્સિડેન્ટ થયો હતો, ત્યારે કારવાળાનું ઉપરાંણુ લઇને મારા ભાઇ સાથે તે અને તારા મોટા પપ્પાના દીકરાઓએ કેમ ઝઘડો કર્યો હતો? ‘તું અહીંનો દાદા થઇ ગયો છે, તારી દાદાગીરી વધતી જાય છે’ તેમ કહી તારા જેટલા માણસો હોય તેટલા માણસો બોલાવી લે. આજે તને છોડીશું નહીં તેવી ધમકી આપી હતી. આ દરમિયાન અજય રોહિતની માતા હંસા રોહિત પણ ત્યાં આવી ગયા હતા, અને તેઓએ પવન ઠાકોરને લાફો મારી દઈ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. આ દરમ્યાન ઝઘડો ઉગ્ર બનતા લગ્નની પીઠીભર્યા વરરાજા, તેના ભાઈ અને માતાએ મળી યુવકને ચપ્પાના ઘા મારતા તે ઢળી પડ્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્તને તાતકાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમ્યાન યુવકનું મોત નીપજ્યું હતું, ત્યારે સમગ્ર મામલે આટલાદરા પોલીસે લગ્નની પીઠીભર્યા વરરાજા પ્રકાશ રોહિત, નાનો ભાઈ અજય રોહિત અને તેની માતા હંસાબેન રોહિત વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#Gujarat #CGNews #Vadodara #Youth #killed #wedding ceremony #groom #jail #suspicion #DJ
Here are a few more articles:
Read the Next Article