Connect Gujarat
ગુજરાત

રાજપીપલામાં નાયબ માહિતી નિયામક યાકુબ ગાદીવાલાનું કરાયું કલેક્ટર નિનામાના હસ્તે જાહેર સન્માન

રાજપીપલામાં નાયબ માહિતી નિયામક યાકુબ ગાદીવાલાનું કરાયું કલેક્ટર નિનામાના હસ્તે જાહેર સન્માન
X

નર્મદા જિલ્લાનમાં રાજપીપલા મુખ્યથકે છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લારકક્ષાની થયેલી ઉજવણીમાં નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ ધ્વજવંદનના ગરિમાપૂર્ણ સમારોહમાં રાષ્ટ્રજનો ત્રિરંગો લહેરાવ્યા બાદ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા.માં પ્રચાર-પ્રસારલક્ષી શ્રેષ્ઠ -યશસ્વી કામગીરી કરનાર જિલ્લા માહિતી કચેરીના વડા અને નાયબ માહિતી નિયામક યાકુબ આર. ગાદીવાલાની કામગીરી બિરદાવીને જિલ્લા કલેક્ટર નિનામાએ ગાદીવાલાને શાલ ઓઢાડીને પ્રશસ્તિપત્ર એનાયત કરીને તેમનું જાહેર સન્માન કર્યું હતું.

વડોદરા શહેર મુસ્લીમ દુધવાલા જમાતમાંથી આવતાં યાકુબભાઇ ગાદીવાલા ૧૯૯૦ માં ગુજરાતના માનનીય રાજ્યપાલના હસ્તે રાજ્ય સરકારનો “શ્રેષ્ઠથ શિક્ષક” નો એવોર્ડ મેળવનાર રજબભાઇ આર. ગાદીવાલાના સુપુત્ર થાય છે.

આ પ્રસંગે મંચ પર ઉપસ્થિત જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, નાયબ વન સંરક્ષક ડૉ. કે. શશીકુમાર, નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસ, પ્રાયોજના વહિવટદાર આર.વી. બારીયા, જિલ્લા અગ્રણી અને ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઇ દેસાઇ, મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ / અધિકારીઓ તેમજ માહિતી અને મિડીયા પરિવાર ઉપરાંત ઉપસ્થિત “ટીમ નર્મદા” ના સૌ મિત્રોએ પણ ગાદીવાલાને અભિનંદન સાથે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

“કર્મ હી પૂજા હૈ” ને પોતાનો જીવનમંત્ર બનાવીને આ ઉક્તિને સાચા અર્થમાં ચરિતાર્થ કરનાર નાયબ માહિતી નિયામક વાય.આર. ગાદીવાલાએ એપ્રિલ-૨૦૦૭ થી જૂન-૨૦૧૦ સુધી અને ઓગષ્ટક-૨૦૧૨ થી ઓગષ્ટા-૨૦૧૬ સુધી રાજપીપલામાં શ્રેષ્ઠશ-યશસ્વી સેવાઓ આપ્યા બાદ વય નિવૃત્ત થયા હતાં. વય નિવૃત્તિ બાદ પણ રાજ્ય સરકારે તેમની વિશિષ્ઠટ સેવાઓ અને બહોળા અનુભવની કદર કરીને ફેબ્રુઆરી- ૨૦૧૭ માં આ જિલ્લા.માં જ ફરીથી ખાસ નિયુક્તિ કરતાં તેઓ આજપર્યત જિલ્લાહમાં તેમની સેવાઓ આપી રહ્યાં છે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="61396,61397,61399,61401,61402"]

આમ, અંદાજે એક દાયકો કહી શકાય તેવી તેમની લાંબી અને સુદીર્ધ સેવાઓનો લાભ નર્મદા જિલ્લાપને મળી રહ્યોં છે. ૧૯૯૭ માં નર્મદા જિલ્લાફની રચના થયા બાદ જિલ્લાશનો માહિતી વિભાગ કાર્યરત થયો ત્યારથી આજદિન સુધીના સમયગાળાનાં જિલ્લા‍ માહિતી અધિકારીઓમાં શ્રી યાકુબ ગાદીવાલા આ પ્રકારના જાહેર સન્માન માટે પ્રથમ યશભાગી બનીને તેમણે માહિતી ખાતાનું ગૌરવ વધાર્યું છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના માહિતી-પ્રસારણ વિભાગની ખૂબ જ મહત્વની પ્રચાર-પ્રસારલક્ષી કામગીરીના ભાગરૂપે સરકારની વિવિધ કલ્યાણકારી-વિકાસલક્ષી યોજનાઓ ઉપરાંત વિવિધ ફ્લેગશીપ કાર્યક્રમોની જાણકારી પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ટ્રેડીશનલ મિડીયાના સહયોગ-સમન્વયથી સમાજના છેવાડાના અદના માનવી સુધી પહોંચાડી લોકજાગૃત્તિ કેળવવામાં જિલ્લાભ વહિવટીતંત્ર અને મિડીયા વચ્ચે તેઓ સુસંકલનની સેતુરૂપ ભૂમિકા ભજવી રહ્યાં છે. નિવૃત્તિ બાદ ૬૦ વર્ષની વયે પણ આજે યુવાનોને શરમાવે તેવા અદમ્ય ઉત્સાહ-ઉંમગ, ખંત-મહેનત, પૂર્ણ નિષ્ઠા-પ્રમાણિકતાથી ધગશપૂર્વકની તેમની કામગીરીને લીધે માહિતી ખાતું જિલ્લા માં ધબકતું હોવાની પ્રતીતિ થઇ રહી છે અને તેથી જ શ્રી ગાદીવાલા એટલે સરકારનું “ફરતું માહિતી ખાતું” ની એક આગવી ઓળખ તેમની કાર્યશૈલીથી પ્રસ્થાપિત થઇ છે.

નર્મદા જિલ્લા ની સુમારે એક દાયકા જેવી સેવાઓ દરમિયાન ગાદીવાલાએ ગુજરાત વિધાનસભાની છેલ્લી ત્રણ સામાન્ય ચૂંટણીઓ અને લોકસભાની છેલ્લી બે સામાન્ય ચૂંટણીઓ દરમિયાન મિડીયા નોડલ અધિકારી તરીકે મિડીયાલક્ષી વિવિધ જવાબદારીઓ સંતોષકારક રીતે સુપેરે અદા કરી હતી.

લોકસભાની ૨૦૧૪ ની ચૂંટણીમાં મતદાર જાગૃત્તિ માટે સ્વીપ એક્ટીવીટી અંતર્ગત “ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ” અને “લિમ્કા બુક” માં નર્મદા જિલ્લારને મળેલા ગૌરવવંતા સ્થાન માટેની વ્યાપક-પ્રચાર-પ્રસિધ્ધિમાં પણ ગાદીવાલાનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. બે વર્ષ અગાઉ રાજપીપલા જર્નાલીસ્ટ એસોસીએશને ગાદીવાલાને “નર્મદા રત્ન” એવોર્ડથી તેમજ પ્રેસ ક્લબ- નર્મદાએ સન્માનપત્ર એનાયત કરી જાહેર સન્માન સાથે તેમની પ્રેરક સેવાઓને બિરદાવી હતી.

Next Story