/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/5e293585-c265-4aa3-9533-b2113695a6c5.jpg)
આદિવાસી પંથકનાં યુવક-યુવતીઓ પોલીસ ભરતીમાં સફળ થાય તે માટે તાલીમ આપવામાં આવી રહી છે
નર્મદા પોલીસે જિલ્લા દ્વારા જિલ્લાનાં ૫૩૨ આદિવાસી યુવક- યુવતીઓને તાલીમ આપવામાં આવી રહી છે. જેથી આવનારી પોલીસ વિભાગની ભરતીમાં તેઓ સારી પેઠે તૈયારી કરી શકે અને નોકરી મેળવવામાં સફળ થાય.
ગુજરાત સરકારનાં ગૃહ વિભાગ પ્રેરીત અને સુરક્ષા સેતુ સોસાયટી નર્મદા જીલ્લા પોલીસ દ્વારા આયોજિત પોલીસ ભરતી પૂર્વ તાલીમ શિબિર (નિઃશુલ્ક) માં અગાઉની ૨ તાલીમ વર્ગોનાં આયોજનમાં ૧૦૦૦ કરતા વધુ યુવક યુવતીઓએ ભાગ લઈને આયોજનબદ્ધ તાલીમ લઇ ૨૦૫ થી વધૂ વિધ્યાર્થીઓએ સફળતા મેળવેલ છે. હવે આ વર્ષે પણ નર્મદા પોલીસ દ્વરા સુરક્ષા સેતુ સોસાયટીનાં માધ્યમ થકી નર્મદા જીલ્લાનાં ૫૩૨ આદિવાસી યુવાન યુવતીઓ કે જેઓને ગુજરાત પોલીસમાં જોડાવા માટે ઉચ્ચ કક્ષાની તાલીમ દ્રારા ભરતી માટે તૈયાર કરવાનું બીડું ઝડપ્યું છે. સદર તાલીમમાં તમામ લાભાર્થીઓને ૭ કલાકની તાલીમ આપવાની સાથે તમામને ચા-નાસ્તો પણ આપવામાં આવે છે.
સામાન્ય રીતે નર્મદા જીલ્લામાં નોકરી માટેની ભરતીમાં યુવાનો યુવતીઓ જોડાવા માટે હંમેશા આતુર રહેતા હતા પરંતુ આયોજનબદ્ધ અને વૈજ્ઞાનિક ઢબની તાલીમ થી તેઓ વંચિત રહી જતા હતા પરિણામે નર્મદા જીલ્લાના ઉમેદવારો ભરતી થઇ શકતા ન હતા ત્યારે દીર્ઘદ્રષ્ટી ધરાવતા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાનાં માર્ગદર્શનમાં મદદનીશ પોલીસ અધિક્ષક અચલ ત્યાગી તેમજ નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) ચેતનાબેન ચૌધરીની નિગરાની હેઠળ સમગ્ર પોલીસ ટીમનાં સ્તુત્ય પ્રયાસોને કારણે આ યુવાન અને યુવતીઓને દરરોજ ૭ કલાકની તાલીમ નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી રહી છે, ત્યારે હાલમાં ગત અઠવાડિયાથી તાલીમનો બીજો તબક્કો શરુ કરવમાં આવ્યો છે. જેમાં અનુભવી અને નિષ્ણાંત વિષય શિક્ષકો દ્રારા સામાન્યજ્ઞાન ગુજરાતી,અંગ્રેજી અને કાયદાની પ્રાથમિક તાલીમ આપી સજ્જ કરવામાં આવી રહ્યા છે.
પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ એક વાતચીત માં જણાવ્યું હતું કે, પોલીસ ભરતી પૂર્વ તાલીમ શિબિર જે તદ્દન નિઃશુલ્ક છે જેના થકી તાલીમ પામેલા અને ખાસ કરીને આદિવાસી યુવાન-યુવતીઓ પોલીસ તંત્રમાં વધુ ને વધુ સંખ્યામાં ભરતી થાય તે માટે આ શિબિર નું આયોજન સુરક્ષા સેતુ સોસાયટીનાં માધ્યમ થી નર્મદા પોલીસે ઘડી કાઢયું છે અને અમે વધુ ને વધુ આદિવાસી યુવાન અને યુવતીઓને રોજગારી મળી રહે તે દિશામાં પ્રયત્ન કરવા માટે કટીબદ્ધ છીએ.
નાયબ પોલીસ અધિક્ષક ચેતનાબેન ચૌધરીએ એક જણાવ્યું હતું કે,પોલીસ ભરતી પૂર્વ તાલીમ શિબિરને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે અને એ જોતા હજુ આગામી સમયમાં પણ આજ પ્રકારે શિબિરનું આયોજન પણ થતુ રહેશે. જેમાં પણ હજુ બાકી રહેલા ઉમેદવારો અને તેમાં પણ ખાસ કરીને આદિવાસી યુવાન યુવતીઓનો સમાવેશ કરી લેવાશે. જે બીજી બેચ માટેના અરજી ફોર્મ ટુંક સમયમાં જ મળવાના ચાલુ થશે.