/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-81.jpg)
ગુજરાતની રાજનીતિમાં ભારે ઉતાર ચઢાવ બાદ આખરે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દેતાં રાધનપુર ખાતે આજે પ્રજાને છેતરી હોવાનાં બેનરો સાથે અલ્પેશ ઠાકોરના પૂતળાનું દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો.
લોકસભા ચૂંટણીના સમયથી કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનેલા અલ્પેશ ઠાકોરના રાજીનામાં સાથે પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલમાં કોંગ્રેસના બાગી ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી રાજીનામુ ધરી દેતાં ઠેર ઠેર વિરોધના સુર ઉઠવા પામ્યાં છે. જોકે આજે અલ્પેશ ઠાકોર વિધાનસભા ક્ષેત્ર રાધનપુરમાં અલ્પેશ ઠાકોરનું પૂતળું ફૂંકવામાં આવ્યું હતું. સમી સાંતલપુર અને રાધનપુર સહિતના કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસ સાથે દગો રાધનપુરની પ્રજાને છેતરીના લખાણો સાથેના બેનરો સાથે વિરોધ કર્યો હતો અને અલ્પેશ ઠાકોર હાય હાય ના નારા લગાવ્યા હતા. જોકે અલ્પેશ ઠાકોરના વિરોધ કરતાં ૨૦ થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત પણ કરી હતી.
લોકસભા ચૂંટણીના સમયથી કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનેલા અલ્પેશ ઠાકોરના રાજીનામાં સાથે પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલમાં કોંગ્રેસના બાગી ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી રાજીનામુ ધરી દેતાં ઠેર ઠેર વિરોધના સુર ઉઠવા પામ્યાં છે. જોકે આજે અલ્પેશ ઠાકોર વિધાનસભા ક્ષેત્ર રાધનપુરમાં અલ્પેશ ઠાકોરનું પૂતળું ફૂંકવામાં આવ્યું હતું સમી સાંતલપુર અને રાધનપુર સહિતના કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસ સાથે દગો રાધનપુરની પ્રજાને છેતરિના લખાણો સાથેના બેનરો સાથે વિરોધ કર્યો હતો અને અલ્પેશ ઠાકોર હાય હાય ના નારા લગાવ્યા હતા જોકે અલ્પેશ ઠાકોરના વિરોધ કરતાં ૨૦ થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત પણ કરી હતી.