રથયાત્રામાં કાંકરીચાળાની ઘટનાના વિરોધમાં હિન્દુ સંગઠનોએ ભરૂચમાં રેલી કાઢી કલેકટરને આપ્યું આવેદન

New Update
રથયાત્રામાં કાંકરીચાળાની ઘટનાના વિરોધમાં હિન્દુ સંગઠનોએ ભરૂચમાં રેલી કાઢી કલેકટરને આપ્યું આવેદન

ભારતમાં કાશી પછીનું સૌથી જૂની નગરી ભરૂચમાં આશરે ૨૦૦ વર્ષ ઉપરાંતથી અષાઢી બીજ ના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ફૂરજા વિસ્તારમાં હિંદુઓ દ્વારા કાઢવામાં આવે છે. આ વર્ષે પણ તારીખ ૦૪/૦૭/૨૦૧૯ના રોજ અષાઢી બીજના દિવસે હિન્દુઓ દ્વારા ભરૂચમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રથયાત્રા ફુરજા વિસ્તારમાં પહોંચતા કેટલાક અસામાજિક તત્વોના ટોળા દ્વારા ગુજરાત પોલીસ ખાતાના કક્ષાના અધિકારી તેમજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની હાજરીમાં રથયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે પથ્થરમારામાં રથયાત્રાના હિન્દુ ભક્તો લોહીલુહાણ થતાં ભાગદોડ મચી જવા પામી હતી.

આ પથ્થરમારા માટે અસામાજિક તત્ત્વો દ્વારા પૂર્વ આયોજિત કરી કાવતરૂ રચી ફુરજા વિસ્તારમાં રોડની નજીકમાં આવેલ ફુરજા ચાર રસ્તા વિસ્તારમાં મોટી સંખ્યામાં પથ્થરો ભેગા કરી રાખેલ પથ્થરો મારવામાં આવ્યો હતો. આ સંદર્ભે ભરૂચના પોલીસએ અગમચેતી રૂપે અગાઉ કોઈ પણ પગલાં લીધેલા નહીં અને માત્ર દેખાડો કરવા ખાતર ફ્લેગમાર્ચ કરેલ પરંતુ આવી કોઈપણ જગ્યાએ જઈ કે નજીકના વિસ્તારમાં તપાસની કાર્યવાહી કરેલ ન હતી.

તેમજ માથાભારે ઈસમો ને સામે પગલાં પણ ભરેલા નથી.આ યાત્રામાં ખલાસી ભક્ત તરીકે ભાઈઓ-બહેનો માતાઓ અને બાળકો પણ હતા અને તે જ સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો.જેને કારણે શાંતિના માહોલમાં નીકળેલી રથયાત્રામાં ભાગદોડ થઈ જવા સાથે ભરૂચ પ્રશાસનની અપુરતી પૂર્વ તૈયારીના કારણે આ રથયાત્રામાં વૃદ્ધો બહેનો માતાઓ અને બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા. આ પથ્થરમારો થયો તે સમયે લોકોએ આક્ષેપ કર્યો હતો કે આ ઘટના બની ત્યારે ભરૂચ પ્રશાસન બનાવ બન્યા પછી જ સ્થળે પહોંચ્યા હતા. આ બનાવ સંદર્ભે પ્રશાસનની બેદરકારી સામે આવેલી દેખાઈ આવે છે. જે સંદર્ભે ભરૂચમાં હિન્દુ સંગઠનો દ્વારા ભરૂચ કલેકટરને શક્તિનાથ વિસ્તારમાંથી વિશાળ રેલી કાઢી આવેદનપત્ર પાઠવી આવા તત્વોને ઝબ્બે કરવા માંગ કરી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, હિન્દુ સંગઠનો દ્વારા સીધી રીતે ભરૂચ ડીએસપીની અને પ્રશાસનની નિષ્કાળજી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મુંગા મોઢે આ સમગ્ર ઘટના જોતું રહ્યું અને અસામાજિક તત્વો સામે હજુ સુધી કોઈપણ જાતના કાયદાકીય પગલાં ન ભરાતા હિન્દુ સંગઠન દ્વારા પ્રશાસન પર ફિટકાર વરસાવવામાં આવ્યો હતો.

Latest Stories