Connect Gujarat
વાનગીઓ 

શ્રાવણમાં ઉપવાસ સમયે પેટની સમસ્યાઓથી બચવા આ વસ્તુ આરોગો

શ્રાવણમાં ઉપવાસ સમયે પેટની સમસ્યાઓથી બચવા આ વસ્તુ આરોગો
X

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. શિવભક્તો ભગવન શિવની ભક્તિમાં લિન છે. શિવાલયો ભક્તોથી ઉભરાયા છે અને પૂજા, અર્ચના તથા ઉપવાસ રાખી ભોળાનાથને પ્રસન્ન કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. કેટલાક લોકો આખો શ્રાવણ મહિનો એકટાણું કરે છે, તો કેટલાક લોકો શ્રાવણના સોમવારે ઉપવાસ રાખે છે. અલબત્ત ચોમાસાની ઋતુમાં આખો દિવસ ઉપવાસ રાખી લોકો સાંજે કંઈક ખાય છે, ત્યારે પેટમાં દુ:ખાવો, ગેસ, કબજિયાત, અપચો, ઊંઘ, સુસ્તી અને થાક જેવી તકલીફોનો અનુભવ થાય છે. આ તકલીફોથી બચવા માટે સાંજે શું ખાવું હિતાવહ છે તે અંગે જાણકારી મેળવીએ.

આખો દિવસ ઉપવાસ રાખી સાંજે વ્રત ખોલતી વખતે સૌથી પહેલા લીંબુ પાણી પીવું હિતાવહ છે. લીંબુ પાણી પેટમાં બનતા એસિડથી રાહત આપશે. લીંબુના બદલે તમે સંતરાના જ્યુસ કે સંતરાનું સેવન પણ કરી શકો છો. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી તમને ડીહાઈડ્રેશન અને નબળાઈથી સુરક્ષિત રાખશે.

ખજૂરથી ઉપવાસ ખોલવાથી તમને ઉર્જા મળશે. તેમજ નબળાઈ અને પેટની સમસ્યાઓથી પણ રાહત મળશે. ખજૂરમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. જેના કારણે પાચન વ્યવસ્થિત રાખવામાં મદદ મળે છે.

ખજૂરની જેમ કેળા ખાવાથી પણ ઉર્જા મળે છે. કેળામાં ફ્લેવોનોઈડસ, એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ્સ હોય છે. જેના કારણે નબળાઈનો અનુભવ થતો નથી અને પેટની સમસ્યા પણ દૂર ભગાડે છે.

ખીર ભૂખને શાંત કરે છે. તેમાં રહેલા પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપશે. ખીર ખાવાથી ઉર્જાનો સંચાર થશે અને નબળાઈ દૂર થશે. જોકે, ખીરમાં વધુ પડતી ખાંડ ન નાંખવી અથવા ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરવો જોઈએ.

Next Story