Connect Gujarat
વાનગીઓ 

રસોડામાં રહેલા મસાલા અસલી છે કે નકલી? ચપટી વગાડતા તમને ખબર પડી જશે.

બજારમાં મસાલાઓની વધતી માંગના કારણે મસાલામાં ખૂબ જ ભેળસેળ આવે છે. આવા મસાલા ખાવાથી આપના સ્વાસ્થ્યને નુકશાન થાય છે.

રસોડામાં રહેલા મસાલા અસલી છે કે નકલી? ચપટી વગાડતા તમને ખબર પડી જશે.
X

હળદર, મરચું, ધાણા અને મીઠું આ મસાલાઓ આપના રોજિંદા કૂકિંગમાં વપરાતા જ હોય છે. એટલા માટે તેનું સેવન લગભગ રોજ થતું હોય છે. ત્યારે આવા સમયે એ જાણવું જરૂરી છે કે આ મસાલા અસલી છે કે નકલી? આવું એટલા માટે કેમ કે બજારમાં મસાલાઓની વધતી માંગના કારણે મસાલામાં ખૂબ જ ભેળસેળ આવે છે. આવા મસાલા ખાવાથી આપના સ્વાસ્થ્યને નુકશાન થાય છે. તો આવો જાણીએ કઈ રીતે અસલી અને નકલી મસાલાની ભેળસેળને ઓળખીશું.

1. હળદર : બજારમાં મિલાવટ વાળી નકલી હળદરનો પાવડર મળી રહે છે. હકીકતમાં જોઈએ તો અમુક દુકાનદારો પોતાનો ફાયદો કરવા માટે હળદરમાં મેટાનીલ યેલો કેમિકલ ભેળવી દેતા હોય છે. ત્યારે આવા સમયે અસલી અને નકલીની ઓળખાણ થવી જોઈએ. હળદર પાવડરમાં થોડો હાઈડ્રોક્લિરિક એસિડ મિક્સ કરીને તેને પાણીમાં નાખો. જો હળદરનો રંગ લીલો, ગુલાબી અથવા રીંગણી થાય જાય તો સમજવું કે હળદર નકલી છે.

2. લાલ મરચું પાવડર : લાલ મરચાંના પાવડરમાં પણ ખૂબ જ મિલાવટ થાય છે. તેના માટે દુકાનદાર લાલ મરચાને પીલીને તેમાં ઈંટનો ભૂકો અથવા તો ડાઈ કલરનો ઉપયોગ કરે છે. જે ખાવામાં આપના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આથી આપ લાલ મરચાની ઓળખ માટે તેને પાણીમાં મિક્સ કરો. અસલી લાલ મરચું પાણીમાં તરવા લાગે છે જ્યારે નકલી મરચું પાણીમાં ડૂબી જાય છે.

3. ધાણા જીરું પાવડર : ધાણા પાવડર ફેક કે રિયલ હોય છે. તેની ઓળખાણ કરવી ખૂબ જ જરૂરી હોય છે. કેમ કે તેના મિલાવટ માટે દુકાનદારો લોટનો ભૂકો, પશુઓને ખાવાનો ભૂસું પીસીને મિક્સ કરી દેતા હોય છે. તો આવા સમયે આપ એક ગ્લાસ પાણીમાં ધાણા જીરું પાવડર નાખો. અસલી ધાણા જીરું પાવડર હશે તો પાણીમાં નીચે બેસી જશે અને જો નકલી હશે તો પાણી ની ઉપર તરશે. સાથે જ તેને સૂંઘીને પણ તેની ગંધથી તમે અસલી નકલી વચ્ચેનો ભેદભાવ ઓળખી શકો છો.

4. સિંધવ મીઠું : ઘણા લોકો ડેઇલી કૂકિંગમાં પણ સિંધવ મીઠાનો ઉપયોગ કરતાં હોય છે. ત્યારે આવા સમયે ફેક અને રિયલ વચ્ચે નો ભેદ ઓળખવો ખૂબ જ જરૂરી બને છે. આ માટે આપ બટેકાનો ઉપયોગ કરી શકો છો. તેના માટે એક મોટા બટાકાને કાપીને તેના 2 ટુકડા કરી નાખો અને બટાકા પર સિંધવ મીઠું નાખો. બાદમાં તેના પર લીંબુ નો રસ નિચોવો. જો મીઠું નકલી હશે તો તેનો રંગ છોડવા લાગસે અને અસલી હસે તો આવું નહી થાય.

5. તજ : આખા મસાલામાં તજનો ઉપયોગ ખૂબ જ સામાન્ય છે. ત્યારે આવા સમયે તે અસલી છે કે નકલી તેની ઓળખ થવી જરૂરી છે. અમુક દુકાનદાર તેના ફાયદા માટે તેમાં જામફળની છાલ સૂકવીને મિક્સ કરે છે. જણાવી દઈએ કે અસલી તજ નો સ્વાદ મીઠો હોય છે. સાથે જ અસલી તજ ને હાથ પર રગડવાથી તે તેનો અસલી રંગ છોડતો નથી. જ્યારે નકલી તજમાંથી રંગથી નિશાન બનવા લાગે છે.

6. કાળા મરી : કાળા મરી નું સેવન ખૂબ નોર્મલ હોય છે. એટલા માટે રિયલ અને ફેક હોવાની ઓળખાણ જરૂરી છે. આવું એટલા માટે કેમ કે દુકાનદાર મરીમાં પપૈયાના બીજ ભેળવી દે છે. તેની ઓળખાણ માટે કાળા મારીને પાણીમાં નાખો જો મરી અસલી હશે તો પાણીમાં ડૂબી જશે અને જો મરી નકલી હશે તો પાણીમાં તરશે.

Next Story