Connect Gujarat
આરોગ્ય 

જાણો બાફેલા દેશી ચણા ખાવાના ફાયદા, દિવસમાં એક વખત ભોજનમાં કરો સામેલ

ભારતમાં દેશી ચણા ખાવાના શોખીન લોકો ઘણા છે. સામાની રીતે આને પલાળીને અથવા તો તેલ અને મસાલામાં ફ્રાઈ કરીને રાંધવામાં આવે છે.

જાણો બાફેલા દેશી ચણા ખાવાના ફાયદા, દિવસમાં એક વખત ભોજનમાં કરો સામેલ
X

ભારતમાં દેશી ચણા ખાવાના શોખીન લોકો ઘણા છે. સામાની રીતે આને પલાળીને અથવા તો તેલ અને મસાલામાં ફ્રાઈ કરીને રાંધવામાં આવે છે. તેનો દાળ અને બેસન તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. દેશી ચણામાં ખૂબ જ પોષક તત્વો રહેલા હોય છે. તેથી આ આપના શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આને ખાવાની ઘણી રીત છે પણ જો તમે દિવસમાં એક વાર પણ ચણા ને પાણીમાં બાફીને ખાશો તો આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી રહેશે. કાળા ચણાને ન્યૂટ્રીશનનું પાવર હાઉસ કહેવામા આવે છે. આમાં પ્રોટીનનું પ્રમાણ બીજી દાળ કરતાં અનેક ગણું હોય છે. આ ડાયેટરી ફાઇબરનો પણ રીચ સોર્સ છે.

બાફેલા ચણા ખાવાના ફાયદા

1. પાચનશક્તિ મજબૂત રહે છે.

બાફેલા ચણામાં ફાઈબર નું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે. જેનાથી પાચનની સમસ્યા રહેતી નથી. આ કબજિયાત, ગેસ જેવી અનેક બીમારીઓમાં રાહત આપવાનું કામ કરે છે.

2. શરીરને એનર્જી મળશે.

બાફેલા ચણા ખાવાથી શરીરને એનર્જી મળે છે. જેથી મોટાભાગના એક્સપર્ટ આને સવારના સમયે ખાવાની સલાહ આપે છે. કારણ કે આખો દિવસ શરીરને એનર્જી આપવાનું કામ કરે કરે છે.

3. વજન ઘટશે.

બાફેલા ચણાને દિવસમાં એક વાર ખાવામાં આવે તો તમારું પેટ ભરેલું હશે તેવો અનુભવ થશે અને તમને ભૂખ પણ ઓછી લાગશે. થોડા દિવસ આવું કરશો તો તમારું વજન ઘટી જશે

Next Story