બનાવો સ્વાદિષ્ટ અને ટેસ્ટી બાજરીનો ઉપમા, જાણો રેસિપી

શિયાળામાં બાજરીનું સેવન કરવાથી અનેક લાભ થાય છે. ત્યારે બાજરીમાં ફાઈબર, કેલ્શિયમ, આર્યન, ફોસ્ફરસ, ઓમેગા થ્રી અને પ્રોટીન જેવા સ્વસ્થ પોષક તત્વોથી ભરપૂર ઉર્જાનો સ્ત્રોત છે.તમે બાજરીનો હેલ્ધી નાસ્તામાં તેનો ઉપમા બનાવી શકો છો.

New Update
upama

શિયાળામાં બાજરીનું સેવન કરવાથી અનેક લાભ થાય છે. ત્યારે બાજરીમાં ફાઈબર, કેલ્શિયમ, આર્યન, ફોસ્ફરસ, ઓમેગા થ્રી અને પ્રોટીન જેવા સ્વસ્થ પોષક તત્વોથી ભરપૂર ઉર્જાનો સ્ત્રોત છે. ફાસ્ટ ફૂડ ખાવાની ઈચ્છા થતી હોય છે. ત્યારે તમે બાજરીનો હેલ્ધી નાસ્તામાં તેનો ઉપમા બનાવી શકો છો.

Advertisment

શિયાળામાં બાજરી ખાવી ખૂબ જ લાભકારક છે. તમે બાજરીની અનેક વાનગીઓ બનાવી શકાય છે. ત્યારે તમે બાજરીમાંથી સ્વાદિષ્ટ ઉપમા બનાવી શકો છો. તો આજે ખૂબ જ સરળતાથી બાજરીના ઉપમા બનાવવાની રેસિપી જોઈશું.

બાજરીનો ઉપમા બનાવવા માટે બાજરીનો લોટ, ઘી, લીમડાના પાન, લીલા મરચા, આદુ, ડુંગળી, ગાજર , વટાણા, મીઠું, કોથમીર, લીંબુનો રસ સહિતની સામગ્રીની જરુર પડશે.

બાજરીનો ઉપમા બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં બાજરીનો લોટ ચાળીને લો. હવે એક પેન ગરમ કરવા મુકો તેમાં બાજરીનો લોટ લઈ ધીમા ગેસ પર શેકી લો. લોટ શેકાઈ જાય ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી લો.

હવે ફરી એક પેનમાં તેલ ઉમેરો. તેમાં રાઈ, કઢી પત્તા, લીલા મરચા, આદુ નાખીને 1 મીનિટ સાંતળી લો. ત્યારબાદ તેમા ઝીણી કાપેલી ડુંગળી ઉમેરી તેને સાંતળી લો. ત્યારબાદ તેમાં ઝીણા કાપેલા ટામેટા, ગાજર અને વટાણા ઉમેરી થવા દો.

વટાણા અને અન્ય શાકભાજી નરમ થાય ત્યારે તેમાં પાણી અને મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં ધીમે ધીમે લોટ ઉમેરી બરાબર મિક્સ કરો. ધ્યાન રાખો તેમાં ગઠ્ઠા ન પડી જાય. મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરો. ત્યારબાદ તેને ગરમા ગરમ સર્વ કરી શકો છો.

Advertisment
Latest Stories