Connect Gujarat
વાનગીઓ 

મહાનવમીના ઉપવાસ દરમિયાન આ ફળોનું રાયતું બનાવો, તમને દિવસભર ઊર્જાવાન રાખશે....

આજે નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે કે આજે મહાનવમી છે અને આવતીકાલે દશેરાની ઉજવણી કરવામાં આવશે.

મહાનવમીના ઉપવાસ દરમિયાન આ ફળોનું રાયતું બનાવો, તમને દિવસભર ઊર્જાવાન રાખશે....
X

આજે નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે કે આજે મહાનવમી છે અને આવતીકાલે દશેરાની ઉજવણી કરવામાં આવશે. મોટા ભાગના લોકો મહાનવમીના દિવસે ઉપવાસ પણ રાખે છે. આ ઉપરાંત લોકો આ દિવસે પોતાના ઘરમાં કન્યા પૂજા પણ કરે છે. નવમીના દિવસે, દેવી દુર્ગાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આજે નવરાત્રીનો છેલ્લો દિવસ હોવાથી ઘરમાં ઘણું કામ હોય છે. ઉપવાસ દરમિયાન, ઉપવાસ કરનાર વ્યક્તિએ ઊર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેવા માટે કેટલાક આરોગ્યપ્રદ ખોરાકનું સેવન કરવું મહત્ત્વપૂર્ણ છે. આમાં ફળોમાંથી બનેલી વસ્તુઓનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે અને શરીરની ઊર્જા પણ જળવાઈ રહેશે. આજે અમે તમને નવરાત્રી વ્રત રેસીપીમાં હેલ્ધી અને પૌષ્ટિક ફ્રૂટ રાયતું બનાવવાની ખૂબ જ સરળ રીત જણાવીશું.

ફળોનું રાયતું બનાવવાની સામગ્રી

કેળું – 1 સમારેલ

સફરજન-1 સમારેલ

દ્રાક્ષ – 8-10

તરબૂચ – 1 વાટકી

કાકડી – 1 વાટકી

દાડમ – 1 નાનો કપ

દહીં – 2 કપ

મલાઈ – 100 ગ્રામ

ખાંડ – 2 ચમચી

એલચી પાવડર – 1/2 ચમચી

ફુદીનાના પાન – જરૂર મુજબ (સમારેલા)

ફળોનું રાયતું બનાવવાની રીત

સૌ પ્રથમ, બધા ફળોને પાણીથી સારી રીતે સાફ કરો.

કેળાની છાલ કાઢીને તેના નાના-નાના ટુકડા કરી લો. જો તમારે સફરજનની છાલ ઉતારવી હોય તો તેને છોલીને સુધારી લો.

દ્રાક્ષને પણ અડધી કાપી લો. એ જ રીતે તરબૂચ અને કાકડીને છોલીને સુધારી લો.

હવે એક મોટા બાઉલમાં દહીં ઉમેરો. તેમાં મલાઈ અને ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

હવે તેમાં બધા સમારેલા ફળો અને દાડમના દાણા ઉમેરીને મિક્સ કરો.

ત્યારબાદ તેમાં એલચી પાવડર ઉમેરી ફ્રિજમાં ઠંડુ થવા માટે રાખો.

થોડીવાર બાદ ફ્રીજમાંથી રાયતું કાઢી અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરી સર્વ કરો.

જો તમને મીઠી વસ્તુ ન ભાવતી હોય તો તમે રાયતું નમકીન પણ બનાવી શકો છો. આ માટે દહીંમાં ખાંડને બદલે મીઠું અને શેકેલું જીરું પાવડર ઉમેરો. તમે તમારી પસંદગીનું કોઈપણ ફળ લઈને તરત જ ફ્રૂટ રાયતું બનાવી શકો છો અને નવરાત્રીના ઉપવાસ કે અન્ય કોઈપણ ઉપવાસ દરમિયાન ખાઈ શકો છો. આ રાયતું ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપૂર છે, જે શરીરને સ્વસ્થ અને ઉર્જાવાન રાખે છે.

Next Story