નાસ્તામાં સોજીનો હેલ્ધી ઉપમા તૈયાર કરો, અપનાવો આ સરળ રેસીપી

ઠંડા વાતાવરણમાં, સવારે ઉઠવામાં ઘણી વાર વિલંબ થાય છે. આવી સ્થિતિમાં, તમે જલ્દી નાસ્તો કર્યા પછી આડા પડ્યા વિના તમારા કામ પર જઈ શકો છો. જો તમે પણ આવી જ રેસિપી શોધી રહ્યા છો, તો તમારે સુજી ઉપમા જરૂર ટ્રાય કરવી જોઈએ.

New Update
નાસ્તામાં સોજીનો હેલ્ધી ઉપમા તૈયાર કરો, અપનાવો આ સરળ રેસીપી

લોકો દરેક ઋતુમાં સવારનો નાસ્તો હેલ્ધી અને ચા સાથે કરતાં હોય છે, ત્યારે ડાયેટમાં પણ સોજીનો ઉપયોગ કરતાં હોય છે ત્યારે સોજીનો ઉપમા,ઉત્તપમ ,અપ્પમ વગેરે જેવી વાનગી ઘરે જ સરળતાથી બનાવી શકાય છે, અને તે હેલ્ધી નાસ્તો કહેવામાં આવે છે.

ઉપમા બનાવવાની સામગ્રી :-

1 કપ સોજી, 1 ચમચી ચણાની દાળ, 1 ચમચી અડદની દાળ, 1 સમારેલી ડુંગળી, એક સમારેલ ટામેટા1/2 ચમચી આદુ (છીણેલું) , 2 બારીક સમારેલા ગાજર, 8-10 લીલા વટાણા, 5-6 કરી પત્તા2 સમારેલા લીલા મરચા, ઘી, તેલ, સ્વાદ માટે મીઠું

ઉપમા બનાવવાની રીત :-

સૌપ્રથમ એક કડાઈમાં ઘી મુકો અને તેમાં રવો બ્રાઉન થાય ત્યાં સુધી થોડીવાર સાંતળો.

હવે સોજીને અલગથી કાઢી તેમાં સરસવ, હિંગ, કઢી પત્તા, અડદની દાળ, ચણાની દાળને કડાઈમાં તેલ નાખીને પકાવો. બરાબર શેક્યા પછી તેમાં ડુંગળી, લીલું મરચું અને છીણેલું આદુ નાખીને આછું ગુલાબી રંગનું થાય ત્યાં સુધી પકાવો. આ પછી ઝીણા સમારેલા ગાજર, વટાણા, કેપ્સિકમ, ટામેટા અને મીઠું નાખીને પાકવા દો. અને ત્યાર બાદ 2-3 મિનિટ રાંધ્યા બાદ તેમાં દોઢ કપ પાણી ઉમેરીને થોડીવાર ઉકળવા માટે છોડી દો. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં શેકેલો રવો નાખીને બરાબર પકાવો.3 થી 4 મિનિટ રાંધ્યા બાદ ગેસ બંધ કરો અને ઉપર લીંબુ નાખીને ગરમા-ગરમ સર્વ કરો. આ રીતે ઘરે જ બનાવો હેલ્ધી અને ટેસ્ટી ઉપમા...