શિયાળાની ફુલગુલાબી ઠંડીમાં ગરમાગરમ ચા મળી જાય તો આખો દિવસ સુધરી જાય અને ચા સાથે વટાણા અને પૌવાની કટલેશ મળી જાય તો પછી વાત જ શું કરવી તો જાણો નાસ્તામાં વટાણા અને પૌવાની કટલેશ કેવી રીતે બનાવશો.
વટાણા અને પૌવાની કટલેશ સામગ્રી :-
1 કપ પોવા (પલાળેલા નરમ), 1/4 કપ લીલા વટાણા (બાફેલા), 2 બાફેલા અને છૂંદેલા બટાકા, 1 ડુંગળી (ઝીણી સમારેલી), 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, ગરમ મસાલા પાવડર, કાળા મરી પાવડર, જીરું અને ચાટ મસાલો , 2 ચમચી કોથમીર (ઝીણી સમારેલી), આદુનો ટુકડો (છીણેલી), 2 લીલા મરચાં (બારીક સમારેલા), 1 ગાજર (છીણેલું), મીઠું સ્વાદાનુસાર, 2-3 ટેબલસ્પૂન કોર્નફ્લોર, તળવા માટે તેલ
વટાણા અને પૌવાની કટલેશ બનાવવાની રીત :-
તો સૌ પ્રથમ પલાળેલા પોવા ને તમારા હાથથી સારી રીતે મેશ કરો. હવે તેમાં લીલા બાફેલા વટાણા, છૂંદેલા બટાકા, ડુંગળી, લીલા ધાણા, ગાજર, લીલા મરચાં, આદુ, બધા મસાલા, કોર્નફ્લોર અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હાથ પર થોડુ તેલ લગાવીને કટલેટ બનાવો અને ત્યાર પછી એક પેનમાં તેલ ગરમ કરો અને આ કટલેટને સોનેરી થાય ત્યાં સુધી તળો. લીલી ચટણી અથવા ટોમેટો સોસ સાથે સર્વ કરી શકાય અને ગરમ મશાલા ચા સાથે પણ ખાય શકાય.