/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-100.jpg)
લોકસભાની ચૂંટણી માટેની આચાર સંહિતા જાહેર થતાની સાથે જ રાજકારણમા ગરમાવો દિવસે અને દિવસે વધી રહ્યો છે. કોંગ્રેસના એક પછી એક વર્તમાન ધારાસભ્ય ભાજપમા ભળી રહ્યા છે. તો બિજી તરફ થોડા સમય પહેલા ભાજપમા પ્રવેશ મેળવનાર રેશમા પટેલે ભાજપ સાથે છેડો ફાટયો છે. રેશમા પેટેલે રાજકોટમા પત્રકાર પરિષદ કરી જણાવ્યુ હતુ કે ભાજપ અમારી પાસે ખોટી ઉભી કરેલી યોજનાઓનુ માર્કેટીંગ કરાવવામા આવતુ હતુ. ત્યારે આજે વિધીવત રીતે હુ ભારતીય જનતા પાર્ટીમાંથી મારૂ રાજીનામુ આપુ છે.
- પોરબંદર લોકસભા સીટ પરથી લડીશ ચૂંટણી
તો આગામી સમયમા પોરબંદર લોકસભા સીટથી ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી હતી. તો સાથે જ જણાવ્યુ હતુ કે ભુતકાળમા કોંગ્રેસ પાર્ટી અને એનસીપીનુ ગઠબંધન પોરબંદર સીટ પર થયેલુ હતુ. ત્યારે આગામી સમયમા પણ ગઠબંધન રહે તેવી રજુઆત હુ બંને પાર્ટીના નેતાોને કરીશ. ઉલ્લેખનીય છે કે દોઢ મહિના પહેલા જ એનસીપીના જયંતિ બોસ્કીએ નિવેદન આપ્યુ હતુ કે આગામી લોકસભાની ચૂંટણીમા એનસીપી પોરબંદરથી મહિલા પાટીદારને ટિકીટ આપશે.
- કોઈ પાર્ટી ટિકીટ નહી આપે તો અપક્ષ ઉમેદવાર તરીકે માણાવદર ધારાસભા અને પોરબંદર લોકસભા એક સાથે લડીશ
હાલમાજ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે જવાહર ચાવડાએ પક્ષમાંથી પણ રાજીનામુ આપી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ત્યારે તેમને ભાજપે મંત્રી પણ બનાવ્યા છે. તો સાથે જ આગામી 23 એપ્રિલના રોજ પેટા ચૂંટણી માટેની જાહેરાત પણ કરી દેવામા આવી છે. ત્યારે રેશમા પટેલે પોરબંદર લોકસભા ક્ષેત્રમા જ માણાવદર વિધાનસભા આવતી હોઈ તેથી બંને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.