RSS પ્રમુખ મોહન ભાગવતને નડયો અકસ્માત
BY Connect Gujarat6 Oct 2017 6:38 AM GMT
X
Connect Gujarat6 Oct 2017 6:38 AM GMT
RSSનાં પ્રમુખ મોહન ભાગવતનો શુક્રવારની વહેલી સવારે એક ગંભીર કાર અકસ્માત થયો હતો. પરંતુ કોઈ જાનહાની થઈ ન હતી. યમુના એક્સપ્રેસ પરથી તેમની કાર પસાર થઈ રહી હતી ત્યારે વાહનો એકબીજા સાથે ભટકાયા હતા. મોહન ભાગવત મથુરા તરફ જઈ રહ્યા હતા. દુર્ઘટનામાં તેઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
મથુરાનાં સુરીર વિસ્તાર પાસે મોહન ભાગવતનાં કાફલાને અકસ્માત નડયો હતો. જેમાં એક કારનું ટાયર ફાટવાના કારણે બીજી ગાડીઓ સાથે ટક્કર થઈ હતી. સંઘ પ્રમુખ એકદમ સુરક્ષિત છે. દુર્ઘટનામાં તેમને કોઈ નુકસાન નથી થયુ.
Next Story