• હિંમતનગરના નિકોડા-ચંદ્રપુરા કંપાના દેરાણી-જેઠાણીની સિદ્ધિ

  • માઁ મેજીક પાપડથી માઁ મેજીક સખી મંડળ’ સુધીની સફર ખેડી

  • દેરાણી-જેઠાણીએ બાગાયત વિભાગની સહાયનો સદુપયોગ કર્યો

  • રસોડાના સ્વાદને મેજીક’ બિઝનેસ બનાવી અન્યોને પ્રેરણા આપી

  • દેરાણી-જેઠાણીની જોડી હિંમતનગરમાં સ્વનિર્ભરતાનું પ્રતીક બની 

કહેવાય છે કેજ્યારે પરિવારનો સાથ અને સરકારી યોજનાનો હાથ મળેત્યારે સામાન્ય ગૃહિણી પણ સફળ ઉદ્યોગસાહસિક બની શકે છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નિકોડા ચંદ્રપુરા કંપા ગામમાં રહેતા દેરાણી-જેઠાણીની જોડીએ આ વાતને સાર્થક કરી બતાવી છે. 36 વર્ષીય પ્રજ્ઞાબેન ભવદીપકુમાર પટેલ અને તેમના જેઠાણી બીનાબેન કીર્તનકુમાર પટેલે ઘરના રસોડાથી શરૂ કરેલી સફર આજે એક સફળ ગૃહ ઉદ્યોગમાં પરિવર્તિત કરી છે.

છેલ્લા 3 વર્ષથી પ્રજ્ઞાબેને વ્યક્તિગત રીતે માઁ મેજીક પાપડ’ બ્રાન્ડ વિકસાવી હતીજેમાં તેમના જેઠાણી બીનાબેન ખભેખભા મિલાવીને સાથ આપતા રહ્યા છે. આ જોડીએ પોતાની આ સફળતાનો વ્યાપ વધારવા માટે તાજેતરમાં અન્ય 7 મહિલાઓને સાથે રાખીને માઁ મેજીક સખી મંડળની પણ સ્થાપના કરી છે. આ દેરાણી-જેઠાણીના સફરની શરૂઆત અત્યંત સંઘર્ષમય હતી.

પ્રથમ વર્ષે બંને બહેનોએ કાળી મજૂરી કરીને 500 કિલો જેટલા પાપડ સંપૂર્ણપણે હાથ વણાટથી તૈયાર કર્યા હતા. પ્રજ્ઞાબેન અને બીનાબેનનો આ ઉત્સાહ જોઈ રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા તેમને જરૂરી માર્ગદર્શન અને ટેકો પૂરો પાડવામાં આવ્યો. બાગાયત વિભાગ હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિથી ગૃહ ઉદ્યોગ ચલાવવાની તાલીમ લીધા બાદવિભાગ દ્વારા મળેલી પાપડ બનાવવાની મશીન સહાય તેમના વ્યવસાય માટે ટર્નિંગ પોઈન્ટ’ સાબિત થઈ. જે કામ પહેલા હાથથી કરવામાં સમય અને શ્રમ વધુ જતો હતોતે હવે મશીન દ્વારા વધુ ચોકસાઈ અને ઝડપથી થવા લાગ્યું.

પરિણામેછેલ્લા 3 વર્ષમાં માઁ મેજીક પાપડ’ દ્વારા તમામ ખર્ચ બાદ કરતાં અંદાજે 2.5 લાખ રૂપિયાનો માતબર નફો મેળવવામાં આવ્યો છે. આજે આ દેરાણી-જેઠાણીની જોડી હિંમતનગર પંથકમાં સ્વનિર્ભરતાનું પ્રતીક બની છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવતા ચોખામકાઈરાગી અને ઘઉંના પાપડ તેમજ બટાકાની વેફર અને ચકરીની માંગ સતત વધી રહી છે. આ મહિલાઓની સિદ્ધિ એ વાતની સાક્ષી પૂરે છે કેજો પારિવારિક એકતા અને સરકારી સહાયનો સંગમ થાયતો ગ્રામીણ નારી શક્તિ શૂન્યમાંથી પણ સર્જન કરી શકે છે.