સાબરકાંઠાના સહકારી જીન વિસ્તારમાં બંધ મકાનમાંથી તસ્કરો રૂ.3 લાખથી વધુની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલી વ્રજ સોસાયટીમાં મકાન માલિક બહારગામ ગયા અને બંધ મકાનમાં શનિવારે રાત્રે તસ્કરોએ તાળું તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની મળી રૂ.3.32 લાખની મત્તાની ચોરી કરી લઇ જતા રવિવારે હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગેની વિગતે એવી છે કે, હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલી વ્રજ સોસાયટીમાં મકાન નં 5માં રહેતા પંકજભાઈ સોલંકી પરિવાર સાથે શનિવારે બપોરે 1 વાગે ચાંદરણી સોસાયટીનું રેશનિંગ લેવા ગયા હતા અને ત્યાં રોકાઈ ગ