ગુજરાત રાજ્યમાં ઘણા જિલ્લામાં દીપડાના હુમલાની ઘટનાઓ સતત સામે આવતી રહે છેત્યારે સાબરકાંઠા જિલ્લામાં રીછના હુમલાની ઘટના સામે આવી છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ઝાલેટા ગામમાં રીંછે મહિલા પર હુમલો કર્યો છે. રીંછે મહિલા પર હુમલો કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી.

બકરા ચરાવવા ગયેલી મહિલા ઉપર રીંછે હુમલો કર્યો હતો. મહિલાને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તો બીજી તરફસમગ્ર મામલે વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.