/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/Saina.jpg)
સાઈનાનો કવાર્ટર ફાઈનલમાં મુકાબલો ઓલોમ્પિક ચેમ્પિયન અને સ્પેનની શટલર કેરોલિના મારિન સાથે શુક્રવારે થશે
ભારતીય શટલર સાઈના નેહવાલે ગુરૂવારે બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રેકોર્ડ બનાવ્યો છે. તે વિશ્વની કોઈપણ ટૂર્નામેન્ટના કવાર્ટર ફાઈનલમાં સતત આઠમી વખત પહોંચનારી વિશ્વની પહેલી મહિલા શટલર બની ગઈ છે. સાઈનાએ ત્રીજા રાઉન્ડમાં ઈન્ડોનેશિયાની રતચનોક ઇંતાનોને 21-16, 21-19થી હરાવી. સાઈના 10મો અને ઇંતાનોન ચોથો રેન્ક ધરાવે છે.
હવે સાઈનાનો કવાર્ટર ફાઈનલમાં મુકાબલો ઓલોમ્પિક ચેમ્પિયન અને સ્પેનની શટલર કેરોલિના મારિન સાથે શુક્રવારે થશે. સાઈના આ પહેલાં 2008, 2009, 2010, 2011, 2013, 2014, 2015 અને 2017માં વર્લ્ડ ચેમ્પિયનશિપના કવાર્ટર ફાઈનલમાં પહોંચી હતી.
બીજી તરફ પુરુષ સિંગલ્સના મુકાબલામાં 11મી રેન્કવાળી સાઈ પ્રણીતે ડેનમાર્કના હાન્સ ક્રિસ્ચિયન સોલબર્ગને 21-13, 21-11થી હરાવીને કવાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી છે. નેકસ્ટ રાઉન્ડમાં તેનો મુકાબલો 7મો નંબર ધરાવનાર કેંટો મોમોતા સાથે થશે. તો પુરૂષ સિંગલ્સમાં છઠ્ઠો ક્રમ ધરાવનાર શ્રીકાંતને હારનો સામનો કરવો પડ્યો છે. તેને મલેશિયાના ડેરેન લિયુએ 18-21, 18-21થી હરાવ્યો.
પહેલી ગેમમાં સાઈના અને ઇંતનોને સારી શરૂઆત કરતાં બરાબરીનો ખેલ દેખાડ્યો. જો કે એક સમયે ઇંતનોને સાઈના પર 3 પોઈન્ટની બઢત બનાવી લીધી હતી, પરંતુ સાઈના ગેમમાં પરત ફરી અને પહેલો સેટ માત્ર 21 મિનિટમાં પોતાના નામે કર્યો. બીજી ગેમમાં પણ સાઈનાએ સહેલાયથી 9-4ની બઢત મેળવી લીધી હતી. આ વચ્ચે ઇંતનોને ગેમમાં પરત ફરવાના ઘણાં પ્રયાસો કર્યા અને એક તરફી જીતની તરફ વધતી સાઈનાએ 19-19ની બરાબરી હાંસલ કરી હતી. પરંતુ સાઈનાએ સંતુલન બનાવતાં સતત બે પોઈન્ટ મેળવી મેચ જીતી લીધો હતો.